અમદાવાદ / શહેરમાં ટૂવ્હીલરની 50, કારની 60, રિક્ષા,ભારે વાહનોની 40ની સ્પીડ નક્કી કરાઈ, પરંતુ 44 લાખ વાહનો વચ્ચે સ્પીડ ગન માત્ર 5 છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ શરૂ
  • ઓવર સ્પીડમાં જનારાને 2 વર્ષ સુધીની જેલ થશે
  • અમલ કરનારું અમદાવાદ રાજ્યમાં પ્રથમ

Divyabhaskar.com

Aug 13, 2019, 02:59 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા તમામ રોડ પર વાહનની સ્પીડ નક્કી કરાઈ છે. શહેરની અંદરના તમામ રસ્તાઓ અને એસપી રિંગ રોડ ઉપર ટૂ વ્હીલર માટે 50, થ્રી વ્હીલર માટે 40, કાર માટે 60 અને ટ્રક સહિતના વાહનો માટે 40ની સ્પીડ નક્કી કરાઇ છે. જ્યારે એસજી હાઈવે અને નારોલથી નરોડા હાઈવે કે જે નેશનલ હાઈવેમાં આવે છે, તેના ઉપર ટૂ વ્હીલર 80, થ્રી વ્હીલર 50, કાર 100, મીની લકઝરી બસો 90 જ્યારે ટ્રક - ટ્રેલર સહિતના ભારે વાહનો માટે 80 ની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

આજથી અમલ શરૂ
પોલીસ કમિશનર એ.કે.સિંઘે સોમવારે સાંજે જાહેરનામુ બહાર પાડયુ છે, જેનો અમલ 12 ઓગસ્ટની રાતથી શરૂ કરી દેવાયો છે. વાહનની સ્પીડ નક્કી કરનારું અમદાવાદ ગુજરાતનું પહેલું શહેર છે. અમદાવાદમાં હાલમાં વાહનોની સંખ્યા 44 લાખ છે, જેની સામે ટ્રાફિક પોલીસના 1000 જવાનો ટ્રાફિક નિયમન કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસ પાસે ઓવર સ્પીડના કેસ કરવા માટે માત્ર 5 જ સ્પીડ ગન છે. તો ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડના કેસો કેવી રીતે કરશે, તે સૌથી મોટો સવાલ છે. ઓવર સ્પીડ બદલ અત્યારસુધી રૂ.1000 દંડ વસૂલ કરાતો હતો. પરંતુ સોમવાર રાતથી તેમની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે પરંતુ તેમની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે જેમાં મહત્તમ 2 વર્ષની સજા થઇ શકે છે.

આ કલમ હેઠળ ગુનો નોંધાશે

  • મોટર વ્હીકલ એકટ 1988 ની કલમ 183(1)(2) - ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલી વખત પકડાય તો રૂ.400, બીજી વખત રૂ.1000 દંડ.
  • મોટર વ્હીકલ એકટ કલમ 184 - ભયજનક વાહન ચલાવનારને 1 હજાર દંડ અથવા તો 6 માસની સજા અને બીજી વખત 2 હજાર દંડ કે 2 વર્ષની જેલ

વધુ સ્પીડગન ખરીદાશે
હાલમાં ટ્રાફિક પોલીસ 5 સ્પીડ ગનથી એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર ઓવર સ્પીડના કેસ કરે છે. હવે સ્પીડ લિમિટ નક્કી થતાં વધુ સ્પીડ ગન ખરીદાશે. - તેજસ પટેલ, ડીસીપી ટ્રાફિક

ગતિ મર્યાદામાં SG હાઈવે, નારોલથી નરોડા નેશનલ હાઈવેનો સમાવેશ

વાહનનો પ્રકાર 4થી વધુ લેનવાળા રોડ મ્યુનિ.ની હદના માર્ગ અન્ય માર્ગ
કાર સહિત M-1 કેટગરીના વાહનો 100 કિમી કલાક 70 કિમી કલાક 70 કિમી કલાક
9 કે તેથી વધુ બેઠકના M-2,M-3 કેટેગરીના વાહન 90 કિમી કલાક 60 કિમી કલાક 60 કિમી કલાક
ગૂડ્સ કેરિયર 80 કિમી કલાક 60 કિમી કલાક 60 કિમી કલાક
મોટર સાઈકલ (બાઈક) 80 કિમી કલાક 60 કિમી કલાક 60 કિમી કલાક
ક્વોડ્રીસાઈકલ 60 કિમી કલાક 50 કિમી કલાક 50 કિમી કલાક
થ્રી-વ્હીલર વાહનો 50 કિમી કલાક 50 કિમી કલાક 50 કિમી કલાક
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી