Bulletin @ 9 AM / PM મોદીએ તેમની સરકારના બીજા કાર્યકાળના 75 દિવસની સિદ્ધીઓ ગણાવી

Divyabhaskar.com

Aug 14, 2019, 09:18 AM IST

સ્પીડ ન્યૂઝમાં અત્યારે જોઈશું. એક ન્યૂઝ એજન્સીને આપેલાં ઇન્ટર્વ્યૂમાં PM મોદીએ કહ્યું કે, સરકારે 75 દિવસમાં બાળકોની સુરક્ષા, ચંદ્રયાન-2 અને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકના અભિશાપમાંથી મુક્તિ કરાવી છે.’ આ ઉપરાંત મોદીએ કલમ 370 મુદ્દે કહ્યું કે, ‘આ રાજનિતી નહીં પણ રાષ્ટ્રની વાત છે.’

કાશ્મીરની હાલની સ્થિતિ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે દિવ્ય ભાસ્કરે સીધી વાત કરી છે. જેમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, ‘ફોન અને ઇન્ટરનેટ દુશ્મનો માટે હથિયાર, આપણે આપણું ગળું કાપવા માટે તેમને આ હથિયાર પકડાવી શકીએ નહીં’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘યુનિયન ટેરેટરીની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી થઈ જશે’

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી