તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પોલીસ વડાએ મહેસાણામાં ભારે વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહેસાણા: જિલ્લા કલેક્ટરે સવારે 8થી રાતના 10 વાગ્યા સુધી મહેસાણામાં ભારે વાહનો પર પ્રવેશ બંધી લગાવી હતી. જેને પગલે વેપારીઓ દ્વારા કલેક્ટરના જાહેરનામાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.આ વિવાદ વચ્ચે કલેક્ટરનું જાહેરનામું હોવાછતાં જિલ્લા પોલીસ વડાએ  ભારે વાહનના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. જિલ્લા પોલીસ વડાએ વેપારીને પડતી મુશ્કેલીને ધ્યાનમા રાખી ભારે વાહન પ્રવેશની છૂટ આપી છે. APMC અને અનાજ બજારમાં આવતા તમામ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો છે. વેપારીની રજૂઆત બાદ મહેસાણા જિલ્લા વડાએ  પ્રવેશબંધી હટાવી છે. મહેસાણા APMCના ચેરમેને વેપારીઓને બોલાવી ભારે વાહનનો પ્રવેશ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો હોવાની માહિતી આપી હતી. આમ હવેથી APMC અને અનાજ બજારમાં આવતા વાહનોને રોકવામાં આવશે નહીં.

કયા રસ્તે થઈ અમદાવાદ જવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું
આ પહેલા મહેસાણા શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને હળવી કરવા માટે કલેક્ટર દ્વારા મહેસાણા શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ઊંઝા તરફથી આવતા ભારે વાહનોને ફતેપુરા સર્કલથી બાયપાસ થઈ અમદાવાદ તરફ તેમજ અમદાવાદ તરફથી આવતા વાહનોને શિવાલય સર્કલથી બાયપાસ પરથી પસાર થવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો