તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Son And Mother Hanged In Vastral Son Death But Mother Uder Treatment In Hospital Of Ahmedabad

વસ્ત્રાલમાં માતા અને પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો, પુત્રનું મોત, માતા સારવાર હેઠળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રને દેવું થઈ જતાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું
  • રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ: વસ્ત્રાલના સ્વામિનારાયણ પાર્ક વિભાગ 4માં માતા અને પુત્રએ અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પુત્રનું મોત થયું છે, જ્યારે માતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પુત્રને દેવું થઈ જતાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે માતાએ ક્યાં કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા નથી મળ્યું. રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.