અમદાવાદ / છરી બતાવી મોબાઈલ સ્નેચિંગ અને પૈસાની લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

પોલીસે ઝડપી પાડેલા બે શખ્સો રાજન નાથુ ખટીક અને અજય વિનોદ ચાવડાની તસવીર
પોલીસે ઝડપી પાડેલા બે શખ્સો રાજન નાથુ ખટીક અને અજય વિનોદ ચાવડાની તસવીર

Divyabhaskar.com

Nov 17, 2019, 03:07 PM IST

અમદાવાદ: શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે. જેને લઈ સોલા પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે છરી બતાવી મોબાઈલ સ્નેચિંગ અને પૈસાની લૂંટ કરતી ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે એક્ટિવા, 3 મોબાઈલ અને રૂ.1400ની રોકડ કબ્જે કરી છે. મોબાઇલ અને રોકડની લૂંટની ઘટનાને લઈ સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.રાણા અને ટીમે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસી અને બાતમીના આધારે રાજન નાથુભાઈ ખટીક(ઉ.વ.24 રહે. આલમપુરા, મહેદીકુવા, દુધેશ્વર રોડ) અને અજય વિનોદભાઈ ચાવડા (ઉ.વ.19 રહે.નાનજીભાઈની ચાલી, દુધેશ્વર રોડ, માધુપુરા)ને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓએ સોલા વિસ્તારમાં રાહદારીઓને છરી બતાવી અને મોબાઈલ તેમજ પૈસાની લૂંટ કરી હતી. સોલા પોલીસે મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

X
પોલીસે ઝડપી પાડેલા બે શખ્સો રાજન નાથુ ખટીક અને અજય વિનોદ ચાવડાની તસવીરપોલીસે ઝડપી પાડેલા બે શખ્સો રાજન નાથુ ખટીક અને અજય વિનોદ ચાવડાની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી