7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર યુવકની સોલા પોલીસે ધરપકડ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકી દ્વારા બુમાબુમ કરતા યુવક ભાગી ગયો હતો
  • એક મકાનમાં કેટલાક યુવકો ભાડે રહે છે તેમાંથી એક યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદ: થલતેજ ગામમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. નજીકમાં આવેલા મકાનમાં રહેતા કેટલાક યુવકોમાંથી એક યુવકે મોડી રાતે આવી અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 

થલતેજ ગામમાં રહેતા એક પરીવારની 7 વર્ષની બાળકી દુકાનમાં સૂતી હતી. દરમ્યાનમાં બાળકીએ જોર જોરથી પપ્પા પપ્પા બુમો પાડી હતી. જેથી બધા જાગી ગયા હતા. એક યુવક બાળકી પાસેથી ભાગી ગયો હતો. બાળકીને પૂછતાં જણાવ્યું હતું કે યુવક અચાનક તેની પર આવીને સુઈ ગયો હતો. સવારે તપાસ કરતા પ્રજાપતિવાસમાં આવેલા એક મકાનમાં કેટલાક યુવકો ભાડે રહે છે તેમાંથી એક યુવક હતો. લોકોએ તેના ઘરે જઈ તપાસ કરતા રાતે જે કપડામાં હતો તે જ કપડામાં યુવક મળી આવતા પોલીસને સોંપ્યો હતો. સોલા પોલીસે જ્ઞાનચંદ રાણા (ઉ.વ.19)ની ધરપકડ કરી છે.