• Gujarati News
  • National
  • SOG's Suspended PSI B. D Bhatt And Four Policemen Were Charged With Money Laundering At A Businessman

એસઓજીના સસ્પેન્ડેડ PSI બી. ડી ભટ્ટ અને 4 પોલીસકર્મીઓ સામે વેપારી પાસે પૈસા પડાવવા મામલે ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીંબડીના સોનાના વેપારી અને તેમના ભાઈ પાસે ચાંદીનું બિલ નથી અને રિવોલ્વર હોવાનું કહી 2 લાખ માંગ્યા હતા

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં વેપારીના વોરંટ વગર રેડ પાડવા અને તોડબાજી મામલે એસઓજી ક્રાઇમના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને એસઓજીના ડીસીપી હર્ષદ પટેલે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડની કાર્યવાહી બાદ તેમની સામે હવે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેમની ટીમે સોનાના વેપારી અને તેમના ભાઈઓ પાસેથી રૂપિયા 40 હજારનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. જો કે આ ઘટના 25 દિવસ પહેલા બની હતી અને અન્ય કેસમાં સસ્પેન્ડ બાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધતા અનેક સવાલ ઉભા થયા છે.

બે લાખ રૂપિયાની માગણી કરી હતી
મળતી માહિતી પ્રમાણે મૂળ લીંબડીના સોનાના વેપારી કિરિટ ભાઈ અને તેમના કૌટુંબિક ભાઈઓ 5 સપ્ટેમ્બરના કાર લઈ અમદાવાદ માણેકચોકમાં 10 કિલો ચાંદી આપવા જતા હતા, ત્યારે એલિસબ્રિજ પાસે રિક્ષામાં બે શખ્સ આવ્યા હતા અને એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી હતી. ત્યારબાદ બોલેરો ગાડીમાં સાદા ડ્રેસમાં ત્રણ લોકો આવ્યા હતા. તેઓને એસઓજી ઓફિસમાં લઈ ગયા હતા. પીએસઆઈ ભટ્ટ અને તેમના માણસોએ બિલ નથી તેમ કહ્યું હતું. કિરીટભાઈએ ફોન આપો, બિલ મંગાવી આપું તેમ કહ્યું છતાં બિલ ખોટું હોય તેમ કહી 40 હજાર પડાવી લીધા હતા. ગાડીમાં હથિયાર છે તેમ પણ કહી દીધું હતું. ભટ્ટે અને ઘનશ્યામસિંહ અને કિરણભાઈ ભુદેવે બે લાખની માગ કરી હતી જો તે નહિ આપે તો 9 કિલો ચાંદી જમા લઈ લેશે અને એક કિલો ચાંદી તેઓ રાખશે, અમે રિવોલ્વર હોવાની ધમકી આપી હતી. બાદમાં તેઓને ચાંદી અને મોબાઇલ ફોન સાથે છોડી દીધા હતા અને આ બાબતે કોઈને જાણ ન કરવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...