રિલેશન / ઐશ્વર્યા મજમુદારે મનનો માણીગર શોધી લીધો! મુલકરાજ સાથેની તસવીર શેર કરતા લોકોની અભિનંદન વર્ષા

Singer Aishwarya Majmudar share an image with young man than People Wishing both in facebook post

  • ગુજરાતી ગાયિકાએ ફેસબુક પર પોસ્ટ મૂકીને તેણે એક યુવાનની તસવીર મૂકી છે

Divyabhaskar.com

Jul 11, 2019, 05:20 PM IST

અમદાવાદ: બોલીવુડ પ્લેબેક સિંગર ઐશ્ચવર્યા મજમુદારે પોતાના મનનો માણીગાર શોધી લીધો હોવાની જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ થાય છે કે મારા ભાગ તરીકે તેને જાહેર કરું છું. મારી દુનિયાના ભાગરૂપે. ઉલ્લેખનીય છે કે તે ગરબા ક્વીન તરીકેની પણ ખ્યાતિ ધરાવે છે. તેણે તસવીર શેર કરતાં લોકોએ બંને પર અભિનંદન વર્ષા કરી હતી.
ઐશ્વર્યા મજમુદારે અંગ્રેજીમાં તેના ફેસબુક પેજ શરૂ કરેલી તસવીર સાથેનો ભાવાર્થ
પ્રેમની શોધ એ શરૂઆત છે. સ્વીકૃતિની શોધ એ પ્રમોળ છે. શાંતિની શોધ એ આશીર્વાદ છે અને તેને શોધી લીધો છે. મેં ઘર દેખાયું.
હું ખૂબ ખુશ છે કે તેને મારી જિંદગીના એક ભાગ તરીકે (અને તારી જિંદગીના એક તરીકે) મારી દુનિયામાં શેર કરું છું. આભાર, તું મારામાં શ્રેષ્ઠ લાવ્યો છે. મુલકરાજ, બધા સવાલોનો આ રહ્યો જવાબ.
ફેસબુક પેજની તસવીર પર રિએક્શન
ઐશ્વર્યાએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલી મુલકરાજ સાથેની તસવીરને સાડા ચાર હજાર જેટલા લાઈક્સ મળ્યા છે. ઉપરાંત તસવીર પર 590 જેટલી કોમેન્ટ આવી છે અને તેમાં અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જ્યારે તેને પાંચ લોકોએ શેર કરી છે.
ઐશ્વર્યા 11 વર્ષની ઉંમરે કન્સર્ટ જીતી
ઐશ્વર્યાએ 3 વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. 7 વર્ષની વયે તેણે ખાનગી ટીવી ચેનલના સારેગમાપા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઐશ્વર્યાએ 11 વર્ષની વયે નાગપુરમાં સૌપ્રથમ સોલો કન્સર્ટ કરી હતી. આ સિવાય તેણે ભારત અને વિદેશમાં અનેક સોલો કન્સર્ટ કરી છે. 2008માં 5 એપ્રિલે સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયાના છોટે ઉસ્તાદની વિજેતા બની હતી.

X
Singer Aishwarya Majmudar share an image with young man than People Wishing both in facebook post
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી