તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Since The Applications Are Not Disposed Off, The District Level Liquor Permit Will Now Be Available

અરજીઓનો નિકાલ થતો ન હોવાથી હવે જિલ્લા સ્તરે દારૂની પરમિટ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા નિયમ પછી રાજ્યમાં માંડ 20 ટકા અરજી મંજૂર થઈ હતી
  • અમદાવાદમાં 2700માંથી માંડ 700 પરમિટ ઈશ્યૂ, હવે જૂની પદ્ધતિ લાગુ કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારે દારૂબંધીને વધુ કડક બનાવવા લોકો દારૂ જ ઓછો પીવે તેવા આશયથી પરવાનો મેળવવાની પ્રક્રિયા પર નિયંત્રણો મૂક્યા હતાં. આ પ્રક્રિયા મુશ્કેલ બનતા રાજ્યમાંથી આવેલી કુલ પરવાના અરજીની 80 ટકાથી વધુનો નિકાલ ન થતાં હવે રાજ્ય સરકાર જૂની પરવાના પદ્ધતિ જ અમલમાં લાવવા જઈ રહી છે.

2700 અરજીમાંથી 700 પરમિટ ઇશ્યૂં: અમદાવાદ ઝોનમાં આવેલી 2700 અરજી સામે દારૂ માટેના પરવાના માત્ર 700 જ ઇશ્યૂં થઈ શક્યા, જે લગભગ પચીસ ટકા છે. આ ટકાવારી સુરત અને રાજકોટમાં પાંચથી દસ ટકા જ્યારે વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં પાંચ ટકા કરતાં ઓછી છે. આ કારણોસર હવે પુન: દરેક જિલ્લા માટે મેડિકલ બોર્ડની રચના કરી તેમના સ્તરેથી જ પરવાના માટેની અરજીઓના નિકાલની વ્યવસ્થા કરાશે.

6 એરિયા બોર્ડની રચના કરી હતી: ડિસેમ્બર 2018માં અમલી બનાવેલા નવા નિયમ મુજબ છ ઝોનની રચના કરી છ એરિયા મેડિકલ બોર્ડની રચના કરી હતી. પરમિટ માટે અરજી કરનારને મેડિકલ એક્ઝામિનેશન માટે અપોઇન્ટમેન્ટ અપાતી અને ત્યાર બાદ બોર્ડના દરેક સભ્યના હકારાત્મક અભિપ્રાય બાદ જ પરવાનો મળતો હતો. ઉપરાંત પરવાનો રિન્યૂ કરાવવાની તથા અરજી ફગાવવાના વલણ સામેની અપીલ કરવા માટેની ફીની રકમમાં અધધ વધારો કરી દીધો હતો.

બોર્ડ નિયમિત ન મળવાથી અરજીનો ભરાવો: સરકારના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ એરિયા મેડિકલ બોર્ડના સભ્યો અન્ય કામમાં વ્યસ્ત રહેતાં હોવાથી બોર્ડ નિયમિત મળી શકતું ન હોવાથી કચેરીમાં અરજીઓનો ભરાવો થઈ ગયો હતો. આ અરજીઓના નિકાલ માટે હવે જૂની વ્યવસ્થા ફરી અમલી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...