અમદાવાદ / હોસ્પિટલમાં જ બીમારીની ઉત્પત્તિ, ચાંદખેડાની SMS હોસ્પિટલમાં મચ્છરો મળી આવતા નોટિસ આપી 50000નો દંડ ફટકાર્યો

SMS હોસ્પિટલની ફાઇલ તસવીર
SMS હોસ્પિટલની ફાઇલ તસવીર

  • ગીતા મંદિર બસ સ્ટેન્ડમાંથી પણ મચ્છરો મળ્યા
  • 129 એકમોને નોટિસ આપી કુલ રૂ. 2.78 લાખનો દંડ વસૂલાયો

Divyabhaskar.com

Oct 10, 2019, 01:57 AM IST

અમદાવાદઃ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયાની ટીમ દ્વારા શહેરમાં કોમર્શિયલ જગ્યાઓ, પેટ્રોલ પંપ, ધાર્મિક સંસ્થાઓ અને પાર્ટીપ્લોટમાં મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચાંદખેડાની SMS હોસ્પિટલમાં મચ્છરો મળી આવ્યા હતા. જેથી તેમને નોટિસ આપી 50000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડમાંથી પણ મચ્છરો મળી આવ્યા હતા. જેને લઇને નોટિસ આપી 10000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હેલ્થ વિભાગની ટીમે 754 જેટલી કોમર્શિયલ જગ્યા અને પાર્ટીપ્લોટમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 5 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસ અને દુકાનને સીલ કરવામાં આવી છે. જેમાંના 129 એકમોને નોટિસ આપી કુલ રૂ. 2.78 લાખનો દંડ વસૂલ કર્યો હતો.
આ એકમ સીલ

  • આનંદ સ્વીટસ કારખાનું,કુબેરનગર
  • મહાલક્ષ્મી મેટલ, કુબેરનગર
  • ગોલ્ડન ચાઇનીઝ ફાસ્ટ ફૂડ, સરસપુર
  • સરોવર 5, નિકોલ
  • જેબી એસોસિએશન, રામોલ

SMS હોસ્પિટલને 50 હજાર દંડ

એકમ દંડ
SMS હોસ્પિ., ચાંદખેડા 50 હજાર
લેમડા થેરાપી રિસર્ચ, ગોતા 30 હજાર
આસ્થા કોમ્પલેક્ષ, ઓઢ‌વ 20 હજાર
સન પેટ્રો ગેસ, સરસપુર 10 હજાર
ગીતામંદિર એસટી હબ ટર્મિનલ 10 હજાર
ક્ષમા બાંધકામ, નવરંગપુરા 6 હજાર
વોડાફોન બી ટાવર, સરખેજ 5 હજાર
ઝેડ બ્લ્યુ ગોડાઉન, સરખેજ 5 હજાર
સર્કલ પી, સરખેજ 5 હજાર
ગુજરાત હા.બોર્ડ, નારણપુરા 5 હજાર
જીવન સાથી પાર્ટી પ્લોટ, જોધપુર 2 હજાર

X
SMS હોસ્પિટલની ફાઇલ તસવીરSMS હોસ્પિટલની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી