તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણક્યપુરીમાં સાડી ખરીદવા ગયેલા ગ્રાહક દંપતીને દુકાનદાર પતિ-પત્નીએ માર માર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સાડીઓનું બિલ વધુ થતા ઓછા પૈસા ગ્રાહકે આપતા બોલાચાલી અને મારામારી

અમદાવાદ: શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં સાડી ખરીદી કરવા ગયેલા દંપતીને દુકાનદાર દંપતીએ માર માર્યો હોવાનો કિસ્સો બન્યો છે. સાડીઓનું બિલ વધુ થતા ઓછા પૈસા ગ્રાહકે આપતા બોલાચાલી અને મારામારી થઈ હતી. સોલા પોલીસે દુકાનદાર દંપતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાવ ન પોષાતો હોવાનું કહી ગ્રાહકે સાડી લેવા ના પાડી
ઘાટલોડિયાના પ્રીત હોમ્સમાં રહેતા સંતોષ શર્મા તેમની પત્ની મોનિકાને લઈ શનિવારે સાંજે ચાણક્યપુરી ડમરુ સર્કલ નજીક આવેલી ભાવના સિલેક્શન નામની સાડીની દુકાનમાં ગયા હતા. બે સાડીઓનું 1300 રૂપિયા બિલ થતા સંતોષે 1000માં આપવા કહ્યું હતું. જે માટે દુકાનદારે પોષાતું નથી તેમ કહી ના પાડી અને ટાઈમપાસ કેમ કરો છો તેમ કહ્યું હતું. સંતોષે ભાવ નથી પોષાતો એટલે નથી લેવી કહતા  દુકાનદારે ગાળાગાળી કરી માર માર્યો હતો. દુકાનદારની પત્નીએ પણ મોનિકા સાથે ઝપાઝપી કરી હતી. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો