તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાનંદ ઝા નિવૃત્ત થશે, રાકેશ અસ્થાના ગુજરાતના નવા પોલીસવડા હશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા આ મહિને નિવૃત્ત થવાના છે અને એક્સ્ટેન્શન મેળવવામાં તેમને કોઈ રૂચિ નથી અને અરજી પણ કરવાના નથી એવી વાત તેમણે કર્યા બાદ ગુજરાતના નવા પોલીસવડા કોણ હશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે મળતા અહેવાલ પ્રમાણે રાકેશ અસ્થાનાને ગુજરાતના નવા પોલીસવડા બનાવવામાં આવશે. તેમને દિલ્હીથી હોમકેડરમાં પરત લાવવાની યોજના છે. 
શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે અને એક્સ્ટેન્શન મેળવશે તેવા કોઇ એંધાણ નથી. ત્યારે ગુજરાતના નવા પોલીસવડા તરીકે રાકેશ અસ્થાના અને આશિષ ભાટિયાના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. થોડાક દિવસ પહેલા જ એ સમાચાર આવ્યા હતા કે રાકેશ અસ્થાનાને ગુજરાતના નવા પોલીસવડા બનાવવામાં આવી શકે છે. જોકે હવે એવું લાગી રહ્યું છેકે રાકેશ અસ્થાના જ ગુજરાતના નવા પોલીસવડા હશે. એની પાછળનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છેકે અસ્થાના આશિષ ભાટિયાની તુલનામાં સરકારની વધારે નજીક છે. તેમજ તાજેતરમાં જ તેમને સીબીઆઇની તપાસમાં ક્લીનચીટ મળી છે. જેથી દિલ્હીથી હોમકેડરમાં તેમને પરત લાવવાનો માર્ગ મોકળો બની ગયો છે. જેથી સરકાર અસ્થાનાને ડેપ્યુટેશન પર ગુજરાત પરત લાવીને રાજ્યના પોલીસ વડા બનાવાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો