હિટ એન્ડ રન કેસ / વિસ્મય સાથે સમાધાન કર્યાનો મૃતક શિવમના પિતાનો ઈનકાર

વિસ્મય શાહની ફાઇલ તસવીર.
વિસ્મય શાહની ફાઇલ તસવીર.

  • હાઈકોર્ટ 17 ફેબ્રુઆરીએ ચર્ચાસ્પદ કેસનો ચુકાદો આપશે
  • અન્ય મૃતક રાહુલના પિતાએ સમાધાનની વિગતો રજૂ કરી

Divyabhaskar.com

Feb 14, 2020, 02:59 AM IST
અમદાવાદ: વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા બે યુવાનોના કેસમાં હાઇકોર્ટના અગાઉના આદેશ મુજબ મૃતક રાહુલ પટેલના પિતા ઘનશ્યામ પટેલ જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં હાજર રહ્યા હતા. ઘનશ્યામ પટેલે વિસ્મય શાહના પરિવાર સાથે સમાધાન કરીને વળતર પેટે કેટલી રકમ મેળવી તે અંગે સિલબંધ કવરમાં વિગતો રજૂ કરી હતી. જ્યારે અન્ય મૃતક યુવાન શિવમ દવેના પિતા પ્રેમશંકરભાઇ દવે તરફથી તેમના જમાઇ લલીત શર્મા કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે કોર્ટ સમક્ષ કહ્યુ હતુ કે તેમના સસરા પ્રેમશંકર દવે અને તેમના સાસુની તબિયત નાદુરસ્ત છે તેથી કોર્ટમાં આવી શકયા નથી. પરતું તેમના સસરાએ વિસ્મય પરિવાર સાથે કોઇ સમાધાન કર્યુ નથી. આ અંગે કોર્ટે વિસ્મયની સજા અંગેનો ચુકાદો 17મી ફેબ્રુઆરી પર મુલતવી રાખ્યો છે.
ટ્રાયલ કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી છે. આ સજા ઓછી કરવા વિસ્મયે હાઇકોર્ટમાં અપીલ કરી છે જ્યારે સરકારે સજા વધારવા અપીલ કરી છે. કેસની સુનાવણી દરમ્યાન રાહુલના પિતા ઘનશ્યામ પટેલે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે તેમણે વિસ્મયના પરિવાર સાથે સમાધાન કરી લીધુ છે.
બંને પરિવારને સમાધાનની વિગત આપવા આદેશ હતો
કોર્ટે બન્ને મૃતક યુવાનોના પિતાને કોર્ટ સમક્ષ આવીને સમાધાન કેટલી રકમનું કર્યુ છે તે અંગે વિગતો આપવા રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો. આદેશને પગલે આજે ઘનશ્યામ પટેલે વિસ્મય પરિવાર પાસેથી સમાધાન પેટે લીધેલી રકમ અંગે સિલબંધ કવરમાં વિગતો આપી હતી.
X
વિસ્મય શાહની ફાઇલ તસવીર.વિસ્મય શાહની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી