અમદાવાદ / જમીન દલાલની હત્યા માટે શિવા મહાલિંગમે મોકલેલા 2 શાર્પશૂટર હથિયારો સાથે પકડાયા

આરોપીઓની તસવીર
આરોપીઓની તસવીર

  • મુસ્લિમ બિલ્ડરો, જમીન દલાલો વિશે શિવાને ટિપ આપતા લતીફ ગેંગના અયૂબ રાયખડની પણ ધરપકડ

Divyabhaskar.com

Jun 13, 2019, 01:16 AM IST

અમદાવાદ: શિવા મહાલિંગમને ખંડણી પેટે 2 કરોડ નહીં ચૂકવી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનારા જુહાપુરાના જમીન દલાલ મહંમદ શોએબ શેખ ઉર્ફે ગોટીવાલા અને તેમના ભાઇ મોહંમદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુની હત્યા કરવા શિવાએ મોકલેલા બે શાર્પશૂટરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ બંને શાર્પશૂટરને શિવાએ જેલમાંથી જ 4થી 5 વખત ફોન કરીને હત્યા કરવા માટે મોકલ્યા હતા, પરંતુ તે પહેલા જ પોલીસે 2 પિસ્તલ અને 7 કારતૂસ, પલ્સર બાઈક, 2 મોબાઈલ સાથે બંનેને ઝડપી લીધા હતા. જ્યારે અમદાવાદના મુસ્લિમ બિલ્ડરો અને જમીન દલાલો વિશે શિવાને ટિપ આપનાર અગાઉના લતીફ ગેંગના સભ્ય અયુબખાન પઠાણ ઉર્ફે અયુબ રાયખડને પણ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. અયુબ શિવાને ટિપ આપતો અને પોતે વચ્ચે રહીને પૈસા અપાવતો હતો.

ત્રણેક મહિના પહેલા કુખ્યાત શિવા મહાલિંગમે મહંમદ શોએબ અને સજ્જુ પાસે 50 લાખની ખંડણી માગી હતી. જોકે આ અંગે સજ્જુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શિવાએ 50 લાખની જગ્યાએ 2 કરોડ માંગ્યા હતા. જો કે થોડા દિવસ પહેલા જ ક્રાઈમ બ્રાંચે શિવાની ધરપકડ કરી હતી. સજ્જુએ ફરિયાદ કરીને પકડાવડાવ્યો હોવાની અદાવત રાખીને શિવાએ જેલમાં બેઠા બેઠા તેના બે શાર્પશૂટર સિકંદર લાંઘા અને મુસ્તુફા ઉર્ફે સમીર કઠિયારાને મોહંમદ શોએબ અને સજ્જુની હત્યા કરવા મોકલ્યા હતા, જે વિશે ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી. ગોહિલને મળેલી બાતમીના આધારે જુહાપુરામાં વોચ ગોઠવી સિકંદર, મુસ્તુફાને ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછમાં તે શિવાના કહેવાથી મોહંમદ શોએબ અને તેના ભાઇ સજ્જુની હત્યા કરવા માટે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસે શિવાને ઝડપી લીધો હતો અને હાલમાં તે સાબરમતી જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવામાં આવશે.

X
આરોપીઓની તસવીરઆરોપીઓની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી