અમદાવાદ / તેલના વેપારીને ત્યાં SGSTના દરોડા, 1.41 કરોડ રોકડા, વિદેશી દારૂની 143 બોટલ મળી  

વેપારીને ત્યાંથી મળેલી દારૂની બોટલો
વેપારીને ત્યાંથી મળેલી દારૂની બોટલો

  • 1 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલે SGSTની કાર્યવાહી
  • વસ્ત્રાપુરના બંગલામાંથી મખમલના બોક્સમાં પેક 13, માધુપુરાની ઓફિસેથી 130 બોટલ કબજે 

Divyabhaskar.com

Nov 18, 2019, 01:10 AM IST
અમદાવાદ: વસ્ત્રાપુરમાં તેલના વેપારીના બંગલા-ઓફિસે એસજીએસટીએ પાડેલા દરોડામાં 1.41 કરોડ રોકડા તેમજ વિદેશી દારૂની 143 બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન મોટી માત્રામાં રકમ મળતાં ઈન્કમટેક્સને જ્યારે દારૂ મળતાં પોલીસને જાણ કરાઈ હતી.
1 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સંકળાયેલી પેઢીઓમાના લાડ સોસાયટી રોડ પરની સુભાષ પાર્ક ખાતે રહેતા અશોક માણેકના બંગલા તેમજ માધુપુરાની શ્રીજી એન્ટરપ્રાઈઝ ઓફિસમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર એ.સી. ભટ્ટ અને ટીમે દરોડા પાડ્યા હતા.
દારૂની 1 લાખની કિંમતની 143 બોટલ મળી આવી
દરોડા દરમિયાન તેલના વેપારીના બંગલા તેમજ ઓફિસમાંથી વિદેશી દારૂની 1 લાખની કિંમતની 143 બોટલ મળી આવી હતી. જેમાંથી વેપારીના બંગલામાંથી મળી આવેલી 1 લિટરની એક એવી 13 બોટલ મખમલના બોક્સમાં પેક કરેલી અત્યંત મોંઘીદાટ હતી. તે તમામ બોટલો વિદેશથી મંગાવાઈ હતી. જ્યારે વેપારીની ઓફિસમાંથી મળી આવેલી દારૂની નાની-મોટી 130 બોટલ મીડિયમ રેન્જની હતી. જો કે વેપારી વિદેશમાંથી તેમજ ગુજરાત બહારથી આ દારૂનો જથ્થો મંગાવીને તેલના ધંધાની આડમાં દારૂનો ધંધો કરતો હોવાની શંકા પોલીસે નકારી નથી. જો કે વેપારી પાસે દારૂની પરમિટ નહીં હોવાથી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી દારૂની બોટલો કબજે કરી હતી. પીઆઈ એમ.એમ.જાડેજા એ જણાવ્યું હતું કે હાલમાં આરોપી અશોક માણેક જીએસટીની કસ્ટડીમાં હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી.
આશ્રમ રોડ, શાહીબાગમાં પણ દરોડા
આશ્રમ રોડ પર ઓફિસ ધરાવતા દિનેશ પટેલ, જિતેશ દરજી, ભાવેશ દરજી અને શાહીબાગના ચિરાગ જૈનોને ત્યાં દરોડામાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગના હિસાબે દસ્તાવેજો તેમજ સૉફ્ટ કોપી મળી આવી છે.
X
વેપારીને ત્યાંથી મળેલી દારૂની બોટલોવેપારીને ત્યાંથી મળેલી દારૂની બોટલો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી