તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટ કરદાતા કરતાં સિનિયર સિટિઝને વધુ  IT ભરવો પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 લાખની આવક પર કોર્પોરેટ કરદાતાએ 22.88, સિનિયર સિટિઝને 30.90 ટકા ટેક્સ ભરવો પડે

અમદાવાદ: નાણામંત્રીએ હાલમાં ઇન્કમટેક્સના દરોમાં ઘટાડો કરીને કોર્પોરેટક્ષેત્રને ફાયદો આપ્યો છે. ઇન્કમટેક્સના દરમાં ઘટાડો થતા વ્યક્તિગત અને સિનિયર સિટીઝનોને કોર્પોરેટ કરદાતા કરતા દોઢ ગણો વધુ ઇન્કમ ટેક્સ ભરવાનો વારો આવ્યો છે.
 
તાજેતરમાં નાણામંત્રીએ કરેલી જાહેરાત મુજબ 1 ઓક્ટોબર પછી નવી પ્રાઇવેટ મેન્યુફેક્ચરિંગ કંપની માટે ઇન્કમટેક્સનો દર 30.9થી ઘટાડી 17.5 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવર્તમાન પ્રાઇવેટ કંપનીઓના દર ઘટાડીને 22.88 ટકા કરાયા છે. જ્યારે વ્યક્તિગત કરદાતાઓ જેવા કે પગારદાર અને સિનિયર સિટીઝનોને ઇન્કમટેક્સમાં કોઇ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. આના કારણે વ્યક્તિગત કરદાતાઓની પગારદારો અને સિનિયર સિટીઝનોને રૂ. 10 લાખ કરતા વધારે આવક હોય તેમને 30. 90 ટકા દરથી ઇન્કમટેક્સ ભરવાનો રહેશે. જ્યારે આટલી આવક ધરાવતા કોર્પોરેટ કરદાતાને 22.88 ટકાનો ટેક્સ ભરવો પડશે.
પગારદાર વર્ગને વિશેષ રાહત નથી
સીએ આશિષ ખંધારના જણાવ્યા અનુસાર હવે ઇન્કમટેક્સમાં પગારદાર કરદાતાઓની અને સિનિયર સિટીઝનોને મળતી છૂટછાટોમાં ઘટાડો કરવામાં આવતા 2019-20ના વર્ષથી ઇન્કમટેક્સનું ભારણ વધ્યું છે. જેમાં કોઇ છૂટછાટ ન મળતા નિરાશા વ્યાપી છે. 

અન્ય સમાચારો પણ છે...