શિક્ષણ  / FRCએ મંજૂર નહીં રાખેલા ખર્ચનો મુદ્દો સ્કૂલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવશે

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

  • ફી મુદ્દે ઓગસ્ટમાં સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાવાની શક્યતા

Divyabhaskar.com

Jul 22, 2019, 06:24 AM IST

અમદાવાદ: એફઆરસીએ સ્કૂલોના અમાન્ય ખર્ચની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરશે. ઓગસ્ટમાં યોજાનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરશે કે એફઆરસી કે સરકાર દ્વારા સ્કૂલોના કયા પ્રકારના ખર્ચ માન્ય રહેશે અને કયા પ્રકારના ખર્ચ અમાન્ય રહેશે તેની સ્પષ્ટતા થવી જોઈએ.

કયા મથાળા હેઠળનો ખર્ચ માન્ય અને કયો નહીં રહે તેની સ્પષ્ટતા માગશે

તાજેતરમાં ખાનગી સ્કૂલ સંચાલકોના ફેડરેશન સાથે જોડાયેલ સ્કૂલ સંચાલકોની મિટિંગમાં કપાયેલી ફી અંગેનો મુદ્દો ચર્ચાયો હતો. ઓગસ્ટમાં સુનાવણીમાં ખાનગી સ્કૂલ સંચાલક મંડળ સુપ્રીમમાં સ્કૂલોની કપાયેલી ફી અંગેનો મુદ્દો રજૂ કરશે. કારણ કે સ્કૂલોનો મોટો ખર્ચ એફઆરસીએ માન્ય રાખ્યો નથી. જેને લઇને સ્કૂલોને ખોટ સહન કરવી પડી છે. આ મુદ્દે સ્કૂલ સંચાલકો કયા ખર્ચને માન્યતા મળશે તેના વિશે અજાણ હોવાથી એફઆરસી કયા ખર્ચને માન્ય રાખશે તેની માહિતી સ્કૂલો પાસે નહોતી. આથી સ્કૂલોએ વિવિધ મથાળામાં માંગેલી ફીને અમાન્ય કરાઇ છે.

વધુ ફી સરભર કરવા માટે સમય માગ્યો

સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે વાલીઓને પાછલા વર્ષની તફાવતની ફી એક સાથે પાછી આપવામાં આવે અથવા નવી ફીમાં સરભર કરવામાં આવે તો શહેરની 50 સ્કૂલોને બાદ કરતા 1500 કરતા વધારે સ્કૂલોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. કારણ કે ફી પર જ તેમનું મેનેજમેન્ટ ચાલે છે, માટે સ્કૂલોને ફી સરભર કરવામાં પણ સમય આપવો જોઇએ.

નિયમ વગર લાખો રૂપિયાનો ખર્ચ અમાન્ય કરાતા સ્કૂલોએ મુદ્દો ઉઠાવ્યો

એઓપીએસના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટએ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકોની લાખો રૂપિયાની ફી કપાઇ છે. જેને લઇને સ્કૂલ સંચાલકો એ જ માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલો રજૂ કરાય. કારણ કે સ્કૂલ સંચાલકોના લાખો રૂપિયાના ખર્ચને એફઆરસીએ માન્ય રાખ્યો નથી. તેના નીતિ નિયમ અંગે પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

X
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીરસુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી