તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી, ભાયાવદર, ધોરાજી, જૂનાગઢ, જામનગર, ભુજ: પહેલા નવરાત્રી પછી દીવાળી અને હવે ઉત્તરાયણની મજા વરસાદે બગાડી શકે છે. ઉત્તરાયણના એક દિવસ અગાઉ વરસાદે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાજરી પૂરાવી હતી. મોરબી, જૂનાગઢ, જામનગર, ભુજ સહિતના શહેરોમાં કમોસમી વરસાદના કારણે પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી હતી. તો આ તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ઘઉં તેમજ જીરુંના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
અજિતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો
સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના નાના વાવડી, બિલિયા, શનાળા, રવાપર, જેતપર, માળિયા, વેણાસર, ખાખરેચી, કુંભારિયા, હળવદ, માનગઢ, ટીકર અને અજિતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગામડામાં શેરીમાંથી પાણી ફરી વળ્યા હતા. ધોરાજીમાં સવારના જ વાદળછાયા વાતાવરણ સાથે અચાનક જ વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. ભાયાવદરમાં વહેલી સવારથી ધુમ્મસ તેમજ ધાબડિયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જામનગરના ગ્રામ્ય પંથકમાં સોમવારે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને લીધે રસ્તે જતા લોકોએ થોડીવાર માટે દુકાનોના છાપરા નીચે આશરો લેવો પડ્યો હતો.
સવારના પહોરમાં વાદળછાયા માહોલ સાથે વરસાદ વરસ્યો હતો
અમરેલી, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લામાં પણ સવારના પહોરમાં વાદળછાયા માહોલ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લીધે ખેડૂતોમાં ચિંતા પેઠી હતી. વરસાદને લીધે દિવસભર ટાઢોડું છવાયું હતું. તો આ તરફ કચ્છ જિલ્લાના આડેસર, ભચાઉ, ભુજ, દયાપર, નારાયણ સરોવર ખાતે મધરાતથી સવાર સુધી હળવા છાંટા વરસ્યા હતા જો કે 11 વાગ્યા બાદ સૂર્યનારાયણે દેખા દીધી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.