વરસાદ / સૌરાષ્ટ્ર ભીંજાયું વરસાદી વહાલમાં, વીજળી પડતાં 6 બહેનનાં એકના એક ભાઈ સહિત 3નાં મોત

ભૂજમાં દિવસ દરમિયાન વરસાદ જોવા મળ્યો હતો વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા
ભૂજમાં દિવસ દરમિયાન વરસાદ જોવા મળ્યો હતો વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા
નવસારીમાં વિજળી સાથે વરસાદ પડ્યો હતો.જેમાં વીજળી પડતાં ઘરની છત પરની ટાંકીનો ભાગ તૂટી પડ્યો હતો
નવસારીમાં વિજળી સાથે વરસાદ પડ્યો હતો.જેમાં વીજળી પડતાં ઘરની છત પરની ટાંકીનો ભાગ તૂટી પડ્યો હતો

  • અમરેલી, વિસાવદર, મોરબી, દ્વારકામાં મેઘરાજા બરાબર ખીલ્યા
  • પાલનપુર, ડીસા, દાંતીવાડા, અંબાજી, અમીરગઢમાં વરસાદ થતાં ખેડૂતો ખુશ
  • ભરૂચ, છોટા ઉદેપુર અને સુરત શહેરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
  • રાજકોટમાં વીજળી પડતા 6 બહેનનો એકનો એક ભાઈ મૃત્યુ પામ્યો

Divyabhaskar.com

Jul 22, 2019, 01:28 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને હાલારમાં ગાજ્યા મેઘ વરસતા ન હતા. પરંતુ શનિવારે રાત્રે અને રવિવારે સર્વત્ર હળવાથી ભારે વરસાદ વરસતા મુરજાતી મોલાતને નવજીવન મળી જતાં ખેડૂતોમાં ખૂશાલી છવાઇ ગઇ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દોઢ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ હતી. અહીં ગાજવીજ સાથે વરસાદમાં વીજળી પડતા વૃક્ષ બળી ગયું હતુ. જસદણ અને ગોંડલમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. કોટડા સાંગાણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફરી કૃપા વરસાવી
જુલાઈ મહિનો અડધો પૂરો થયો ત્યારે જેની લાંબા સમયની રાહ જોવાતી હતી તે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફરી કૃપા વરસાવી છે. શનિવારે રાત્રે અને રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં તથા વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ-ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાં વીજળી પડતાં બે યુવકના મોત થયા હતા, જ્યારે અબડાસા તાલુકાના એક ગામમાં વીજળી પડવાથી એક યુવકનું મોત થયું હતું. સુરત, ભરૂચ, વડોદરામાં પણ અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે. આગામી દિવસમાં આ માહોલ ચાલુ રહેશે.

કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ
મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં શનિવારે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. માળિયામાં વીજળી પડતા આખી રાત ગામમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જ્યારે સાંજ સુધીમાં મોરબીમાં અઢી ઇંચ પાણી પડી ગયું હતું. દેવભૂમિ દ્વારકામાં એક કલાકમાં ધોધમાર પોણા બે ઇંચ જેટલો વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જામજોધપુર પંથકમાં શનિવારે મેઘરાજાએ મહેરબાની કરતા પાકને જીવતદાન મળ્યું છે. ભાવનગરમાં એક કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં ઉમરાળામાં અઢી ઇંચ, વલ્લભીપુરમાં બે ઈંચ તેમજ જેસર અને ઘોઘામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યાના વાવડ છે. ગારીયાધાર, પાલીતાણા, તળાજા, સિહોર અને મહુવામાં અડધાથી દોઢ ઈંચ વરસાદ વરસી જતાં ધરતીપુત્રોના હૈયે ટાઢક વળી છે અને મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.

ખેડૂતો ગોલમાં આવી ગયા
પશ્ચિમ કચ્છના 3 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઇ દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળવા સાથે ખુશહાલી પણ જોવા મળી હતી. બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે અને વાતાવરણમાં અસહ્ય ઉકળાટ બાદ રવિવારે વડગામ, ડીસા, દાંતીવાડા અને પાલનપુર, અમીરગઢ, અંબાજી, દાંતીવાડા, પાંથાવાડા, કાંકરેજ પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. દસેક દિવસના વિરામ બાદ મેહૂલિયાની પઘરામણીથી જગતનો તાત ગેલમાં આવી ગયો હતો. મોનસુન થ્રો પટ્ટો નોર્થ-ઇસ્ટ દિશા તરફ ખસી જતાં આગામી સપ્તાહ બાદ સારો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરતમાં રાતે 12 થી મળસ્કે 6 વાગ્યેના 6 કલાકમાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સાર્વિત્રક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

રાજકોટના કવિ સંજુ વાળાએ ‘ભાસ્કર’ માટે પંક્તિ લખી
જાત સાથે જીવને પણ ભીની તાલી દઇ દીધી
ઓ રે ઓ વરસાદ ! તેં કેવી ખુશાલી દઇ દીધી
સૌ અભરખા, ઈચ્છાઓની આપઘાતી વેળાએ -
અનરાધારે વરસીને જાહોજલાલી દઇ દીધી
- સંજુ વાળા

શેત્રુંજી-વડી-ગાગડિયો અને નાવલી નદીમાં પૂર આવ્યું
આજના વરસાદથી લીલીયા સાવરકુંડલા પંથકમાં વહેતી શેત્રુંજી નદીમાં ભારે પુર આવ્યુ હતું. આ ઉપરાંત અમરેલી નજીકની વડી નદી અને લાઠીની ગાગડીયો નદીમાં પણ પુર આવ્યું હતું. લીલીયામાં નાવલીમાં પણ પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત અનેક નાની નદીઓ બે કાંઠે વહી હતી.

X
ભૂજમાં દિવસ દરમિયાન વરસાદ જોવા મળ્યો હતો વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતાભૂજમાં દિવસ દરમિયાન વરસાદ જોવા મળ્યો હતો વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા
નવસારીમાં વિજળી સાથે વરસાદ પડ્યો હતો.જેમાં વીજળી પડતાં ઘરની છત પરની ટાંકીનો ભાગ તૂટી પડ્યો હતોનવસારીમાં વિજળી સાથે વરસાદ પડ્યો હતો.જેમાં વીજળી પડતાં ઘરની છત પરની ટાંકીનો ભાગ તૂટી પડ્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી