અમદાવાદ / બર્થડે-પ્રીવેડિંગ પાર્ટી માટે મેટ્રો ભાડેથી મળતી હોવાની અફવા

અમદાવાદ મેટ્રો ટ્રેનની ફાઇલ તસવીર.
અમદાવાદ મેટ્રો ટ્રેનની ફાઇલ તસવીર.

  • સોશિયલ મીડિયામાં ભાડાં સાથેનું લિસ્ટ ફરતું થયું

Divyabhaskar.com

Feb 15, 2020, 02:38 AM IST

અમદાવાદ: મેટ્રો ટ્રેન બર્થ ડે, પ્રી વેડિંગ પાર્ટી માટે ભાડે આપવાની ગુજરાત મેટ્રો રેલની કોઈ યોજના નથી. સોશિયલ મીડિયામાં ભાડાં સાથેનું લિસ્ટ ફરતું થતાં મેટ્રો કોર્પોરેશનના ચીફ પીઆરઓ અમિત ગુપ્તાએ આ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, મેટ્રોનો સંપૂર્ણ રૂટ શરૂ થાય પછી આ અંગે વિચારી શકાય.
મેટ્રો રેલવેએ આવી કોઈ યોજના હોવાની વાતને રદિયો આપ્યો
મેટ્રો ટ્રેનમાં બર્ડ ડે પાર્ટી અને પ્રી વેડિંગ સેલીબ્રેશન ઓન વ્હીલ સુવિધા શરૂ કરવામાં આવી હોવા અંગે સોશિયલ મિડિયામાં ભાવ સાથેનું લિસ્ટ ફરતું થયું છે. જેમાં જણાવાયું છે કે, મેટ્રો ટ્રેનના એક કોચમાં કે આખી ત્રણ કોચની ટ્રેનમાં ઉજવણી કરી શકાશે. જેના માટે કલાક દીઠ ભાડું વસૂલ કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ફરતી થયેલી માહિતી અંગે પૂછાતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ જનસંપર્ક અધિકારી અમિત ગુપ્તાએ જણાવ્યું કે, મેટ્રોમાં હાલ ‘નોન ફેર રેવન્યુ’ એટલે કે ભાડા સિવાય અન્ય માધ્યમથી આવક મેળવવાની યોજના નથી. જો કે સોશિયલ મીડિયામાં ફરી રહેલી માહિતી જીએમઆરસીએલે ઓગસ્ટ 2019માં તેની વેબસાઈટ પર ચઢાવી હતી. પરંતુ ત્રણ મહિનામાં તેને હટાવી દેવાઈ હતી. ડિસેમ્બર જાન્યુઆરીમાં આરડીએસઓના અધિકારીઓ મેટ્રોનું ઇન્સ્પેક્શન કરવા આવવાના હોવાથી વેબસાઈટ પરથી આ માહિતી દૂર કરાઈ હતી.
સોશિયલ મીડિયામાં આ ભાવપત્રક ફરતું થયું

પ્રકાર ભાડું ડિપોઝિટ
એક રનિંગ કોચ 8 હજાર 10 હજાર
ત્રણ રનિંગ કોચ 15 હજાર 20 હજાર
ત્રણ શણગારેલા કોચ 20 હજાર 20 હજાર
રનિંગ શણગારેલા કોચ 20 હજાર 20 હજાર

X
અમદાવાદ મેટ્રો ટ્રેનની ફાઇલ તસવીર.અમદાવાદ મેટ્રો ટ્રેનની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી