સુવિધા / અમદાવાદની સોસાયટીઓ, પોળો, કંપનીમાં RTO દ્વારા HSRP ફીટ કરી આપશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • RTOએ મહિતી માટે નંબર જાહેર કર્યા
  • KYC  બાદ ઓનલાઇન-ઓફલાઇન ફી ભરાશે

Divyabhaskar.com

Nov 09, 2019, 02:22 AM IST
અમદાવાદ: શહેરની સોસાયટીઓ, પોળો, કંપનીઓના સ્થળે જૂના વાહનોમાં એચએસઆરપી ફીટ કરી અપાશે. લોકોને માહિતી મળી શકે તે માટે સુભાષબ્રિજ આરટીઓ કચેરીએ 9510226126 અને 9904266599 મોબાઇલ નંબર પણ જાહેર કર્યા છે. કેવાયસી કર્યા પછી ઓનલાઇન અથવા રૂબરૂ ફી ભર્યા પછી 20 દિવસની મર્યાદામાં નંબર પ્લેટ ફીટ થશે.
આરટીઓના અધિકારીઓએ કહ્ હતું કે, એકથી વધુ સોસાયટીઓ હશે તો સમય મર્યાદા વધશે. કંપની પાસે ઝડપથી પ્લેટ તૈયાર થઇ જાય ને લોકોને એક સાથે એક જ સ્થળે જૂના વાહનોમાં એચએસઆરપી ફીટ કરાવવામાં સફળતા મળે તેવો પ્રયાસ ચાલી રહ્યો છે. બીજીબાજુ અમદાવાદમાં હજુ અંદાજે ચાર લાખથી વધુ જૂના વાહનોમાં એચએસઆરપી ફીટ કરવાની બાકી છે, એઆરટીઓએ કહ્યું હતું કે, નિયત ફી કરતા કોઇ પણ વધુ ફી ચૂકવવાની રહેશે નહીં.
તો બીજી તરફ લોકોનો એવો પણ આરોપ છે કે, અગાઉ પણ આવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૈસા ભરનાર સોસાટીઓના નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.
કેટલી ફી લેવાશે?
વાહનના પ્રકાર ફી
ટૂ વ્હીલર 140
થ્રી વ્હીલર 180
ફોર વ્હીલર 400
હેવી વાહન 420
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી