તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂની વી.એસ હોસ્પિ.નું રૂ.200 કરોડનું અને AMTSનું 498 કરોડનું બજેટ રજૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય સરકાર પાસેથી રૂ.2 કરોડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ. 195 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે - Divya Bhaskar
રાજ્ય સરકાર પાસેથી રૂ.2 કરોડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ. 195 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે
 • એમ.જે. લાઈબ્રેરી અને વી.એસ. હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ
 • એમ.જે. લાઈબ્રેરીનું રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
 • લાઈબ્રેરીઓની સુરક્ષા-સલામતી માટે રૂ.38 લાખની જોગવાઈ
 • AMTS દ્વારા 100 CNG બસો દોડવાવામાં આવશે

અમદાવાદઃ  એમ.જે. લાઈબ્રેરી અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ(વી.એસ.)નું વર્ષ 2020-21 ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં એમ.જે. લાઈબ્રેરીના બજેટમાં ગત વર્ષ કરતા રૂ. 4 કરોડનો વધારો કરી રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું છે. જ્યારે હાલ મૃતપાય બનેલી વી.એસ.હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-2020નું વી.એસ.હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે  બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે. 

AMTSનું રૂ. 498. 20 કરોડનું બજેટ રજૂ
તેમજ બપોર બાદ AMTSના મેનેજર દ્વારા AMTSનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના બજેટ કરતા રૂ. 10 કરોડનો વધારો કરી રૂ. 498. 20 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેમજ નવી 100 બસોનો ઉમેરો કરવામાં આવશે. AMTS દ્વારા 100 CNG બસો દોડવાવામાં આવશે. AMTSની 100 જ્યારે 700 બસો કોન્ટ્રાકટની દોડી રહી છે. વર્ષ 2019માં 114 કરોડની આવક થઈ છે.

રચનાત્મક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે રૂ.67. 50 લાખની ફાળવણી
એમ.જે. લાઈબ્રેરીને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવામાં આવનાર છે, ત્યારે ગ્રંથપાલ દ્વારા આજે વર્ષ 2020-21 માટેનું રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેના માટે લાઈબ્રેરી તેમજ તેની સંલગ્ન શાખા અને ફરતી લાઈબ્રેરીમાં વાંચન સાહિત્ય માટે રૂ. 53.23 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, રચનાત્મક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે રૂ.67. 50 લાખ, લાઈબ્રેરીઓની સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા સહિત રૂ.38 લાખની જોગવાઈ કરી છે. આ ઉપરાંત સ્માર્ટ લાઈબ્રેરીના ભાગરૂપે કિઓસ્ક મશીન, વાઈફાઈ સુવિધા અને વેબ પોર્ટલ, વેબ ઓપેક અને પુસ્તકો ડિજીટાઈઝેશન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપલબ્ધ સાહિત્ય હવે ઓનલાઈન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કોમ્પ્યુટર લેબની સુવિધા પુરી પાડવામાં આવશે.    

વી.એસ. હોસ્પિ.ના બિલ્ડિંગના રિનોવેશન માટે રૂ.7 કરોડની ફાળવણી
એમ.જે.લાઈબ્રેરીના બજેટની સાથે સાથે વી.એસ. હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ પણ આજે રજૂ થયું છે. જેમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટે વર્ષ 2020-21 માટે રૂ.200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર પાસેથી રૂ.2 કરોડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ.195 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. આ બજેટમાં વર્ષ 1931માં શરૂ કરવામાં આવેલી વી.એસ.હોસ્પિટલનું હેરિટેજ બિલ્ડિંગ ઘણું જુનું છે, જેમાં વોર્ડ નંબર 1થી 6 કાર્યરત છે. જેથી આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે. આ સમગ્ર બિલ્ડિંગના રિનોવેશન પાછળ રૂ.7 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વી.એસ.હોસ્પિટલની હાલમાં રૂ. 3 કરોડ 33 લાખની આવક છે. જેની સામે સામાન્ય ખર્ચ રૂ.193 કરોડ અને અસામાન્ય ખર્ચ રૂ.7 કરોડ જેટલો થાય છે. જેથી કોર્પોરેશન પાસેથી રૂ.195 કરોડ અને રાજ્ય સરકાર પાસેથી રૂ. 20 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો