તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત હજુ કોરોના મુક્ત, તમામ 68 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદઃ નોવેલ કોરોના વાઇરસને લઇને સરકારે અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં કોરોનાના કુલ 68 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી તમામ 68 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં 572 આઇસોલેશન બેડની વ્યવસ્થા
આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો