• Gujarati News
  • National
  • Recruitment For 44 Posts In The Post, Up To 81 Thousand Celery Will Be Received, The Last Date To Apply Is 26 February.

પોસ્ટમાં 44 જગ્યા માટે ભરતી, 81 હજાર સુધીની સેલેરી મળશે, અરજી કરવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ્સ અરજી કરી શકશે

અમદાવાદ: ઇન્ડિયા પોસ્ટ રિક્રૂટમેન્ટ 2020 અંતર્ગત ભારતીય ડાક વિભાગે ધોરણ 10 અને ધોરણ 12 પાસ તથા ગ્રેજ્યુએટ્સ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. આ જગ્યાઓ પર અરજીની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી છે. ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ મેળવી શકશે. ઇન્ડિયા પોસ્ટ સર્વિસે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી અલગ અલગ જગ્યાઓ માટે અરજી મગાવી છે. તેમાં જુનિયર આસિસ્ટન્ટ, પોસ્ટલ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ તથા પોસ્ટમેનની જગ્યાનો સમાવેશ થાય છે. પસંદગી પામનારા ઉમેદવારોને 81 હજાર સુધીનો પગાર મળશે. 

આ જગ્યાઓ ભરાશે
જુનિયર આસિસ્ટન્ટ - 02
પોસ્ટલ આસિસ્ટન્ટ - 11
સોર્ટિંગ આસિસ્ટન્ટ - 04
પોસ્ટમેન - 27

શૈક્ષણિક લાયકાત
જુનિયર આસિસ્ટન્ટ - આ જગ્યા માટે ઉમેદવારે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.
પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ - જગ્યાઓ માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધો.12 પાસ કરેલું હોવું જોઈએ.
પોસ્ટમેન - આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ.