તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસના બે અને ભાજપના ત્રણ મળીને પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વિધાનસભામાં ભાજપ કુલ સંખ્યાબળ(103 ધારાસભ્ય)કરતા વધુ એક ઉમેદવારને ઊભો રાખીને કોંગ્રેસના મત મેળવવા માટે રાજકીય ચાલ ચાલ્યો છે. ત્યારે ભાજપના આ ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે ભાજપ પાસે કેવા રાજકીય આટાપાટા છે તે જોઈએ તો ગુજરાત વિધાનસભામાં હાલ 180 ધારાસભ્યો છે. જેમાં ભાજપ પાસે 103 કોંગ્રેસ પાસે 73, 1 અપક્ષ, 1 NCP અને બે BTPના ધારાસભ્ય છે.
ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે 28 બગડાનું ગણિત કામ આવી શકે
રાજ્યસભા ચૂંટણીની ફોર્મ્યુલાના નિષ્ણાંત મુજબ,ભાજપે ધારાસભ્યોના ઓછા સંખ્યાબળ છતાં વધારાનો એક ઉમેદવાર ઊભો રાખી કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ અથવા તો ત્રીજા ઉમેદવારને બગડાની ગેમમાં જીતાડવા માટેની નવી રાજકીય ગણતરી મૂકી છે.ભાજપે પોતાના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે કોંગ્રેસના સાત ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાવવું પડે અથવા પહેલા અને બીજા ઉમેદવારોને 28 બગડા મળે તે પ્રમાણેની ગણતરી કરવી પડે.
કોંગ્રેસના ધારાસભ્યોને ગેરહાજર રાખવા જરૂરી
ગુજરાત વિધાનસભાનું 180નું સંખ્યાબળ અને રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની મતગણતરી જોવામાં આવે તો એક ઉમેદવારને જીતવા માટે 37 મતની જરૂર પડે, તે જોતા કોંગ્રેસ પાસે 74(અપક્ષ મેવાણી મળીને) ધારાસભ્ય છે તેથી બંને ઉમેદવારોને 37-37 મત મળે તો બંને ઉમેદવારો જીતી શકે. પરંતુ સામેની બાજુ ભાજપે પોતાના સંખ્યાબળ 103 કરતા વધુ 7 ધારાસભ્યો એટલે કે કુલ 111 ધારાસભ્યનું સંખ્યાબળ જોઈએ,જે મેળવવા માટે ભાજપે કોંગ્રેસના 7 ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાવવું પડે અથવા તો ગેરહાજર રાખવા પડે.
ભાજપના ત્રીજા ઉમેદવારનું ભાવિ બગડો નક્કી કરશે, અડધા મતનું પણ મૂલ્ય
કોંગ્રેસના 8 ધારાસભ્યનું ક્રોસ વોટીંગ ના થઈ શકે તો ભાજપે ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે બગડાની ગેમ રમવી પડે, જેમાં ભાજપના 3 ઉમેદવાર પૈકી પહેલા ઉમેદવારને 40 એકડા અને 16 બગડા આપવા પડે, જ્યારે બીજા ઉમેદવારને 39 એકડા અને 12 બગડા આપવા પડે. જોકે ત્રીજા ઉમેદવારને ભાજપના 24 એકડાના મતો મળવાના જ છે, આ ઉપરાંત ભાજપના અન્ય બે ઉમેદવાર કે જેમને 40 અને 39 મતો મળ્યા છે, તેમાંથી 37 જીત માટેના મત કરતાં વધુ એટલે કે 40 મતમાંથી 3 મત અને 39 મતમાંથી 2 મત ભાજપના ત્રીજા ઉમેદવારમાં ફેરવાઈ જાય. પરંતુ પહેલા અને બીજા ઉમેદવારના વધારાના મત ત્રીજા ઉમેદવારને મળે ત્યારે તેનું મૂલ્ય અડધા મતનું થઈ જાય છે એટલે કે ભાજપના પહેલા અને બીજા ઉમેદવારના પાંચ મત અડધા થઇને અઢી મત ત્રીજા ઉમેદવારને મળે. આ ઉપરાંત પહેલા અને બીજા ઉમેદવારને કુલ 28 બગડા મળે આ 28 બગડાનું મૂલ્ય પણ અડધા મત જેટલું ગણાય. તે જોતા બગડાના મત પ્રમાણે વધારાના 14 મત પણ ત્રીજા ઉમેદવારને મળે આમ સંપૂર્ણ ગણિત જોઈએ તો ત્રીજા ઉમેદવારને 24 એકડા મળે સાથે અન્ય બે ઉમેદવારના વધારાના એકડાના અઢી મત મળે અને 28 બગડાના 14 મત મળે આ તમામ નો સરવાળો કરીએ તો ભાજપના ત્રીજા ઉમેદવારને 24+2+14 મળીને કુલ 40 મત મળે જેથી ભાજપનો ત્રીજો ઉમેદવાર પણ બગડાના આધારે જીતી શકે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.