તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં બચાવ અભિયાન શરૂ, ધારાસભ્યોને છત્તીસગઢ મોકલશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર.
  • રાજ્યસભા માટે ભાજપે ત્રીજો ચહેરો ઉતારી કોંગ્રેસમાં તોડફોડના સંકેત આપ્યા
  • નરહરિ અમીન ભાજપના ત્રીજા ઉમેદવાર, કોંગ્રેસના 8 MLA તૂટે તો જ જીતી શકશે
  • ભરતસિંહ જૂથના MLA એક છે, શક્તિસિંહ માટે મુશ્કેલી, કોંગ્રેસના ચાર MLA ગાયબ

ગાંધીનગર: ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીન પાસે નામાંકન ભરાવ્યું હોઇ હવે કોંગ્રેસમાં ભંગાણ થશે તેવી શક્યતા પૂરેપૂરી છે. આવાં સંજોગોમાં કોંગ્રેસના બે ઉમેદવારો પૈકી શક્તિસિંહ ગોહિલ માટે જીતવાની શક્યતા પાતળી બની શકે છે.
ધારાસભ્યોએ હાઇકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી નામ બદલાવ્યું
બીજીબાજુ કોંગ્રેસ તેના 72 ધારાસભ્યોને છત્તીસગઢ મોકલવાની તૈયારીમાં છે. કોંગ્રેસના એક નેતાના જણાવ્યાં અનુસાર શક્તિસિંહ હાઇકમાન્ડથી વધુ નજીક છે તેથી હાઇકમાન્ડ ધારાસભ્યોને વ્હીપ આપતી વખતે મહત્તમ એકડાના મત ગોહિલને મળે તેવી સૂચના આપશે. પરંતુ શક્તિસિંહના રાજકીય સમર્થકો કરતાં ભરતસિંહ સોલંકીના સમર્થકો વધુ છે, તેથી તૂટફૂટ થાય તો સોલંકીની પડખે ઊભા રહી ધારાસભ્યો તેમની તરફેણમાં મતદાન કરાવી જીતાડે તેવી શક્યતા વધુ છે. ગુરુવારે ભરતસિંહનું નામ જાહેર ન થયું ત્યાં સુધી કોંગ્રેસના 35થી વધુ ધારાસભ્યોએ હાઇકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી નામ બદલાવ્યું તે જ પરિચય આપે છે કે ભરતસિંહ માટે લાગણી વધુ છે. આ તરફ ભાજપના નેતા પણ જણાવે છે કે તેમની પાર્ટી કોઇપણ ભોગે શક્તિસિંહને રાજ્યસભામાં જતા રોકશે. શક્તિસિંહે જ 2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે ભૂમિકા અદા કરી અમિત શાહે અહેમદ પટેલને હરાવવા કરેલી મહેનત પર પાણી ફેરવ્યું હતું તેનો હિસાબ આ ચૂંટણીમાં સરભર કરી લેવાશે.

ક્રોસ વોટિંગ અને ધારાસભ્યોને ગેરહાજર રાખવાનું રાજકારણ
ભાજપના જ મોટા નેતાઓ કહે છે કે આ માટે આખાં ગુજરાતના વિવિધ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં કોંગ્રેસના ધારાસભ્યોને ખેંચવાનો પ્રયાસ કરાશે. ભાજપના હિસાબ મુજબ કોંગ્રેસના બે કે ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે અને લગભગ તેટલાં જ ધારાસભ્યો ગેરહાજર રહે તો રાજ્યસભાના ગણિત મુજબ ભાજપના ત્રણેય ઉમેદવારો એકડાના બળે જીતીને રાજ્યસભામાં જાય, નહીંતર ગણતરી ઉંધી પણ પડી શકે છે.
ભાજપના ત્રણ  ઉમેદવાર  ફોર્મ  ભરી આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણેય ઉમેદવાર જીતશે તેવી વાત મુકતાં કહ્યું કે ભાજપ પાસે પૂરતી સંખ્યામાં મત મળી રહે તેટલાં ધારાસભ્યોનું સમર્થન છે.
કોંગ્રેસના સભ્યો છત્તીસગઢ ભણી જશે
આ તરફ કોંગ્રેસે  પોતાના ધારાસભ્યો તૂટે  નહીં તે માટે તેઓને છત્તીસગઢમાં કેમ્પમાં લઇ જવાનું નક્કી કર્યું છે.  હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર મજબૂત સ્થિતિમાં છે અને ત્યાંના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ માટે તમામ વ્યવસ્થા કરી તેઓને આમંત્રણ આપી દીધું છે. તેથી આવતાં અઠવાડિયે  જ કોંગ્રેસના સભ્યોને છત્તીસગઢ લઇ જવાશે. આ તમામ સભ્યો ચૂંટણીના દિવસે એટલે કે 26 માર્ચે સવારે અથવા 25 માર્ચે મોડી રાત્રે ગુજરાત આવી જશે અને ત્યારબાદ ગાંધીનગરથી નજીક એક અજ્ઞાત સ્થળે રહીને મતદાન સમય શરુ થતાં જ વિધાનસભા સંકુલે પહોંચશે.
ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે જાતે મથવું પડશે
2017ની રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી વખતે અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂત ત્રણ ઉમેદવાર હતા અને ભાજપને જીતવા વોટ ખૂટતાં હતાં. તેની પહેલાં ભાજપે કોંગ્રેસમાં મોટું ગાબડું પાડી દીધું હતું તે છતાં રાજપૂત હાર્યા અને કોંગ્રેસના અહેમદ પટેલ જીતી ગયા હતા. આ વખતે ભાજપે પોતાની રીતે પ્રયત્ન કર્યાં છે, પરંતુ જૂના જનતાદળના અને ત્યારબાદ કોંગ્રેસમાં રહેલા નરહરિ અમીનને પણ પોતાના જૂના સાથીઓને સંબંધના ભરોસે કે અન્ય રીતે પણ પોતાને જીતાડવાં માટે મથવું પડશે.
અહેમદ પટેલના વિશ્વાસુ જ કહે છે કે કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી અઘરી છે
અહેમદ પટેલના ખૂબ વિશ્વાસુ ગણાતા અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટ કરીને આગમાં પલિતો ચાંપ્યો છે. તેમણે એવું જણાવ્યું કે ગુજરાતમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે પટેલ નેતાને ઊભા રાખ્યા હોઇ હવે કોંગ્રેસના બીજા ઉમેદવારને જીતવા મુશ્કેલી થશે. આ અગાઉ ગુજરાતના પાટીદાર ધારાસભ્યોએ પાટીદાર ઉમેદવાર મુકવા માંગ કરી હતી તેથી હાલના સંજોગોમાં તેઓ નારાજ થઇ મતદાન વખતે મુશ્કેલી ઊભી કરી શકે તેવી શક્યતા જોવાઇ રહી  છે.
ભાજપે પણ પટેલ ફેક્ટર આગળ ધર્યું
પટેલને ભાજપમાંથી ટીકિટ મળી પણ કોંગ્રેસમાંથી ન મળી તે ઘટનાને લઇ ભાજપે પણ દાવ ખેલ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ભાજપે પાટીદાર નેતાને રાજ્યસભામાં મોકલવા માટે રસ્તો કરી આપ્યો છે પરંતુ કોંગ્રેસે પાટીદાર ધારાસભ્યોની લાગણીને અવગણી છે.
ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્ત ચૂક્યા
ભાજપના ઉમેદવારો અગાઉ નક્કી કરેલા વિજય મુહૂર્ત ચૂક્યા હોવાથી પક્ષના લોકો અને હાજર સહુ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉચાટ ઊભો થયો હતો. ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનનું નામ ગુરુવારે મોડી રાત્રે જાહેર થયું હોવાથી તેમના નામાંકન માટેના ફોર્મની વિગતો અને સાથે જોડવાના સોગંદનામા અને અન્ય દસ્તાવેજોની પૂર્તતા કરવાની પ્રક્રિયા ખૂબ ટૂંકા સમયમાં આટોપવાની હતી. આ ઉપરાંત તેમના ડમી ઉમેદવાર અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહને સવારે જ નક્કી કરી બનાવાયા તેથી તેમના કાગળો પણ તૈયાર કરવાના હતા. તે પછી પણ નરહરિ અમીનના નામની દરખાસ્ત કરવા જરૂરી 10 ધારાસભ્યોને એક એક કરીને વિધાનસભા ગૃહમાંથી બહાર બોલાવવા પડ્યા. આ આખી પ્રક્રિયા પાછળ દોઢ કલાકનો સમય વ્યતીત થયો. પાર્ટી સ્તરેથી નક્કી થયા મુજબ તમામ ત્રણ ઉમેદવારો સાથે જ નામાંકન ભરવા જાય તે યોગ્ય મનાયું હોવાથી બાકીના બન્ને ઉમેદવારો, અભય ભારદ્વાજ અને રમીલા બારા પણ પોતાના ફોર્મ ભરતી વખતે મુહૂર્ત ચૂકી ગયા હતા. કોંગ્રેસના બન્ને ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ તેમની પહેલા ફોર્મ ભરી દીધા હતા.
બે બેઠક માટે કોંગ્રેસને જોઈએ 2 MLAનો સાથ
કોંગ્રેસ પાસે અત્યારે 72 ધારાસભ્ય છે. બે બેઠક માટે તેને 74 MLAની જરૂર છે. આ ઘટ તે બે અપક્ષ દ્વારા પૂરી કરવા માગે છે. આ અપક્ષ મેવાણી અને બીટીપી હોઈ શકે. 
પરંતુ અહીં ગેમ બદલાઈ શકે છે

  • ભાજપે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. અમીન પટેલ નેતા છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને પટેલ ધારાસભ્યમાં તેમની પકડ સારી છે. ભાજપનું ગણિત છે કે અમીન માટે કોંગ્રેસના પટેલ ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે.
  • બીજું કારણ એ છે કે કોંગ્રેસની પ્રાથમિકતા શક્તિસિંહ ગોહિલ છે એટલે પ્રથમ 37 વોટ શક્તિસિંહને મળશે તે નક્કી છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્યો શક્તિસિંહના સ્થાને ભરતસિંહને પસંદ કરે છે. એવામાં ધારાસભ્યો ભરતસિંહ માટે વોટ કરશે તો શક્તિસિંહથી નારાજ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે.
  • મતલબ કોંગ્રેસમાંથી ભરતસિંહનું જીતવાનું નક્કી છે. શક્તિસિંહ માટે મુશ્કેલી થશે. ભાજપના અમીન માટે કોંગ્રેસના 4થી 6 ધારાસભ્ય તૂટી શકે છે અને 2-3 ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો