વાયુ સાયક્લોન / રાજ્યના 57 તાલુકામાં વરસાદ, તમામ પોર્ટ્સ ખાલી, તમામ માછીમારો પરતઃ મુખ્યમંત્રી

પરિસ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી
પરિસ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી

  • સૌરાષ્ટ્ર-કચ્છ મળી ને 10 જિલ્લામાંથી 2.75 લાખ લોકોનું સ્થળાંતર
  • દરિયાના મોજા ઉછળવાથી સુત્રાપાડાના ગામોમાં પાણી ભરાયા 
     

Divyabhaskar.com

Jun 13, 2019, 07:18 AM IST

અમદાવાદઃ રાજ્યમાં આવનારા 'વાયુ' વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે મોડી રાત્રે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં સંભવિત 'વાયુ' વાવાઝોડાની આફત સામે જે તે જિલ્લાએ કરેલા આયોજન અને કામગીરીની સમીક્ષા વિડીયો કોન્ફરન્સ મારફત કરી હતી. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 57 તાલુકામાં વત્તો ઓછો વરસાદ શરૂ થયો છે તેમજ દરિયાના મોજા ઉછળવાથી સુત્રાપાડાના ગામોમાં પાણી ભરાવાની તથા પોરબંદરમાં પાળો તૂટવાથી પાણી ભરાવાની સ્થિતિને યુદ્ધના ધોરણે કામ કરી પાર પાડવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ મળી ને 10 જિલ્લામાંથી 2.75 લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બધા જ પોર્ટસ ખાલી કરાવી દેવાયા છે અને દરિયામાં ગયેલા બધા જ માછીમારો પરત આવી ગયા છે.

પ્લાનિંગ ઈન ડિટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સનો વ્યૂહ
મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠક બાદ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુદરતી આફતોમાં અત્યાર સુધી થયેલા સ્થળાંતરમાં આ સૌથી વધુ છે. સંભવિત વાવાઝોડાની વ્યાપકતા અને તીવ્રતા જોતા રાજ્ય સરકારે પણ પ્લાનિંગ ઈન ડિટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સનો વ્યૂહ અપનાવીને એકપણ જાનહાનિ ન થાય અને માલ મિલકત ને ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે નિર્ધારિત લક્ષ્ય સાથે સ્ટ્રેટેજી પૂર્વક કામગીરી કરી છે.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર તેમજ જે તે જિલ્લામાં કામગીરી માર્ગદર્શન માટે પહોંચેલા મંત્રીઓ અને પ્રભારી સચિવો પાસેથી વિગતો મેળવી હતી અને આ સંભવિત વાવાઝોડામાં કોઇ જાનહાનિ ન થાય તે માટે નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સ્થળાંતરને પ્રાયોરિટી અપાઈ છે, તે અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી
.


લશ્કર, એરફોર્સ, નેવી કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ પણ મદદમાં
તમામ જિલ્લામાં 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. પોલીસ પણ બુધવારની સમગ્ર રાત્રિ દરમ્યાન કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરીને જે લોકો નીચાણ વાળા વિસ્તારમાં છે તેમનું સ્થળાંતર કરાવવાની કામગીરી કરાવી રહી છે. તમામ જિલ્લામાં NDRF ટીમ પહોંચી ગઈ છે, આ ઉપરાંત SDRFની ટીમ,પોલીસ અને SRPની ટીમ સ્ટેન્ડ ટુ છે મુખ્યમંત્રીએ કહ્યું કે લશ્કર, એરફોર્સ નેવી કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ પણ રાજ્યની મદદમાં છે.
રાજ્ય સરકારના સંબધિત વિભાગ માર્ગ મકાન પાણી પુરવઠો આરોગ્ય ફાયર બ્રિગેડ PGVCL પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

વડાપ્રધાન કાર્યાલય સતત સંપર્કમાં
વાવાઝોડા અંગેની બધી જ લેટેસ્ટ અપડેટ કેન્દ્રીય અને રાજ્ય વેધર ફોરકાસ્ટ સેન્ટર આપે છે, તે મુજબ રાજ્ય સરકાર આયોજન કરી આ સંભવિત વાવાઝોડાના જોખમ સામે ગંભીરતાથી અને ક્યાંય કોઇ કચાશ કે ઢીલાશ ન રહી જાય તેની તકેદારી સાથે સજ્જ છે. લોકોએ પણ સલામત સ્થળે શિફટીંગમાં સહયોગ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રી કાર્યાલય પણ ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે અને જરૂરી મદદ આપવા તત્પર છે.

X
પરિસ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીપરિસ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી