તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળાથી શહેર ધેરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ: અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઘટી છે. છતાં ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વચ્ચે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  શહેરના એસજી હાઈવે, મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ ,મોટેરા, ચાંદખેડા, વસ્ત્રાલ, રખિયાલ , મણીનગર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
એક વૃક્ષ ધરાશાયી
જવાહર ચોક મણીનગર માર્ગ સ્થિત વલ્લભ વાડી પાસે એક મોટું ઝાડ ભારે પવનને પગલે પડી ગયું હતું. જેને પગલે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોનોને સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી. ઘટના બાદ ડાયવર્ઝન આપીને ટ્રાફિક વળાયો હતો. જ્યારે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...