અમદાવાદ / અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર સુધી લંબાવવાનો પ્રોજેક્ટ 2020થી શરૂ થશે, 4 વર્ષે પુરો થશે

મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ
મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ

  • ફેઝ-2ની કામગીરી 2024માં પૂરી થશે
  • 28.26 કિલો મીટરના રૂટ પર કુલ 22 સ્ટેશન બનાવાશે, રૂ.5384.17 કરોડનો ખર્ચ થશે
  • ફેઝ-1 હેઠળ અમદાવાદમાં મેટ્રો 2020ના બદલે 2022માં સંપૂર્ણ દોડતી થવાનો અંદાજ
  • ફેઝ-1ને 2014માં મંજૂરી મળી, પણ 6 કિમી રૂટ શરૂ

Divyabhaskar.com

Nov 17, 2019, 11:27 PM IST

ગાંધીનગરઃ રાજ્ય સરકારના અમદાવાદ-ગાંધીનગરને ટિ્વન સિટી તરીકે વિકસાવવાના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે રોડ સાઇડથી કનેક્ટિવિટી તો હતી જ, પણ હવે ટ્રેન માર્ગે કનેક્ટિવિટીનું સ્વપ્ન પણ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થશે તેવી રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. આ માટે મેટ્રો રૂટના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટને જૂન-2020થી આરંભાવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ રૂટ માર્ચ-2024 સુધીમાં પૂર્ણ કરવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે. મોટેરાથી મહાત્મા મંદિર સુધીની કુલ રૂ. 28.26 કિ.મી. સુધીની લંબાઇ ધરાવતા પ્રોજેક્ટના ખર્ચ પેટેની રાજ્ય સરકારની રૂ. 5384.17 કરોડની સહાય મેળવાશે. આ રકમને કેન્દ્ર સરકારે ગત ફેબ્રુઆરી-2019માં જ મંજૂર કરતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો દરવાજો ખુલ્લો થયો છે.

(મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રોનો રૂટ જોવા માટે અહીં ક્લિક કરો)

મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરતા મેટ્રો ટ્રેનના એમ.ડી.એમ.એસ.રાઠૌરે સમગ્ર રૂટ, કયાં સ્ટોપ લેશે અને કઇ રીતે મેટ્રો ટ્રેનની કામગીરી કરાશે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બેઠકમાં મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ તેમજ મેટ્રો રેલના અધિકારીઓ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ-2019ના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ જરૂરી જીઓ ટેક્નિકલ કામગીરી હાથ ધરાઈ હતી ઉપરાંત ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરાઈ હતી. હવે નજીકના ભવિષ્યમાં આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ટેન્ડર જાહેર કરીને કામગીરી હાથ ધરાશે. આ બેઠકમાં આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા મંજૂરી પત્રમાં જણાવાયું છે. મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરી જૂન-2020માં શરૂ થશે અને માર્ચ-2024માં તે પૂર્ણ કરવાનું આયોજન છે તેમ બેઠકમાં જણાવાયું હતું.

જમીન સંપાદન-જગ્યા ન મળતા કામગીરી અટકી
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મેટ્રોની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પરંતુ અમદાવાદમાં મેટ્રોની કામગીરી, જમીન સંપાદન અને જગ્યા નહીં મળવાના કારણે ડિલે થઈ રહી હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે. ફેઝ-1ના 12 હજાર કરોડની મંજૂર રકમમાંથી 6 હજાર કરોડનો અત્યાર સુધી ખર્ચ થયો છે. જેમાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ વચ્ચેના 6 કિલોમીટરમાં જ મેટ્રો દોડતી થઈ છે. જો કે, હજુ અંડર ગ્રાઉન્ડના 6 કિલોમીટરનો એરિયા બાદ કરતા 8 કિલોમીટરનું કામ બાકી છે. ફેઝ-1 2014માં મંજૂરી મળી હતી.
ફેઝ-1ને 2014માં મંજૂરી મળી, પણ 6 કિમી રૂટ શરૂ
ફેક્ટ ફાઈલ

  • ફેઝ-1 પાછળ કુલ 12 હજાર કરોડનો ખર્ચ થશે
  • અત્યાર સુધી 6 હજાર કરોડ ખર્ચ થયાનો દાવો
  • મેટ્રોની કામગીરીમાં તૂટેલા રસ્તાઓનું 3.3 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું

ગિફ્ટ સિટીને પણ સાંકળી લેવાશે
22.84 કિલોમીટરના ફેઝ-2માં ગિફ્ટ સિટીને પણ કનેક્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી મેટ્રોને સાંકળીને પીડીપીયુ અને ગિફ્ટ સિટી સુધીના 5.42 કિલોમીટરમાં પણ મેટ્રો દોડાવાશે જેમાં 2 સ્ટેશન તૈયાર કરાશે.

X
મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટમોટેરાથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી