અમદાવાદ / વરસાદ પછી અજિત મિલ પાસે 6 કલાક સુધી પાણી ભરાતા ખાનગી કંપનીએ મ્યુનિ. કમિશનરને નોટિસ ફટકારી

અજિત મિલ પાસે પાણી ભરાયા
અજિત મિલ પાસે પાણી ભરાયા

Divyabhaskar.com

Sep 12, 2019, 04:53 AM IST

અમદાવાદ: મંગળવારે શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રખિયાલના અજિત મિલ પાસેના વિસ્તારનો પણ સમાવેશ થાય છે. જો કે વરસાદ બંધ થયાના 6 કલાક પછી પણ પાણી ઉતર્યા ન હતા અને કેડસમા પાણી ભરાઈ રહેવાના કારણે ભારે મુશ્કેલી સર્જાતા સ્થાનિક કંપનીએ વકીલ મારફતે મ્યુનિ.ને લીગલ નોટિસ ફટકારી છે.

આ નોટિસમાં જણાવાયું છે કે, ટેક્સ ભરતા હોવા છતાં દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે. બેદરકારીના કારણે થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો કાયદાકીય પગલાં લેવાશે.

X
અજિત મિલ પાસે પાણી ભરાયાઅજિત મિલ પાસે પાણી ભરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી