તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી એજન્સીઓ રાજ્યની કોઈ પણ સ્કૂલમાં તેમની પરીક્ષા લઈ નહિ શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નંબર મેળવી કંપનીઓ વાલીઓને પરેશાન કરતી હોવાથી શિક્ષણ વિભાગનો નિર્ણય

અમદાવાદ: રાજ્યની ખાનગી, પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી, કંપનીઓ કે ઓનલાઇન એપ ધરાવતી કંપનીઓ દ્વારા લેવાતી પરીક્ષા પર શિક્ષણ વિભાગે પ્રતિબંધ મૂક્યો છે. શિક્ષણ વિભાગે એજન્સી, વ્યાપારી કંપનીઓની કોઈપણ પ્રકારની પરીક્ષા શાળાઓએ લેવી નહીં તેવો નિર્ણય કર્યો છે, પણ જો પરીક્ષા લેવી હોય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરી લેવી પડશે. ખાનગી એજન્સી, કંપનીઓ કે ઓનલાઇન એપ ધરાવતી કંપનીઓ વિવિધ સરવે કરવા ખાનગી, સરકારી શાળાઓમાં પરીક્ષા લે છે. આ પરીક્ષા લેવા રૂ. 200થી રૂ. 500 સુધી ફી વાલીઓ પાસેથી લેવાય છે. આવી ફી લીધા પછી વિદ્યાર્થીઓ, વાલીઓના ડેટા મેળવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી ખાનગી એજન્સીઓ લોકોના મોબાઈલ નંબર સહિતની માહિતી મેળવી ગમે ત્યારે ફોન કરી અવનવી સ્કીમો માટે ફોન કરીને પરેશાન કરતી હોય છે.
આ રીતે કંપનીઓ વિદ્યાર્થીના ડેટા લે છે  
ઓનલાઇન એપ ધરાવતી કંપનીઓ પરિણામ જાણવા ફરજિયાત તેમની એપ વાલીઓના મોબાઇલમાં ડાઉનલોડ કરવાની ફરજ પાડે છે. આ પછી તેઓ વાલીઓના વ્યક્તિગત ડેટા મેળવે છે. ડેટા મેળવ્યા પછી તેમનું સાહિત્ય લેવાની ફરજ પાડતી હોવાથી શિક્ષણ વિભાગે આવી ખાનગી કંપનીઓની પરીક્ષા લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.