• Gujarati News
  • National
  • President Of The Gujarat Chamber Of Commerce And President Of Women's Wing, On The Issue Of Expulsion

હકાલપટ્ટીના મુદ્દે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને મહિલા વિંગના પ્રમુખ આમને-સામને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેમલતા ભૂતાનો હકાલપટ્ટી રદ કરવાની બાંયધરી અપાયાનો દાવો
  • ચેમ્બરે ભૂતાને ટર્મિનેટ કરાયાનું  કહ્યું, તપાસ સમિતિ બે દિવસમાં નિર્ણય લેશે

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની બિઝનેસ વિમેન વિંગના ચેરમેન હેમલતા ભૂતાને હોદા પરથી તાત્કાલિક દૂર કરવાના નિર્ણયે  મોટો વિવાદ ધારણ કર્યો છે. રવિવારે હેમલતાબહેન  ચેમ્બર પરિસરમાં ઉપવાસ પર બેસવાના હતા પરંતુ શનિવારે સાંજે તેમની સાથે બંધ બારણે બેઠક કરીને તેમને ટર્મિનેટ નહીં કરવાનો નિર્ણય લેવાય તેવી બાંયધરી આપવામાં આવી છે. 

ચેમ્બરે જો કે તેમને  ટર્મિનેટ કરી દીધા હોવાનો તેમજ તપાસ સમિતિ બે દિવસમાં જે નિર્ણય કરે તે પ્રમાણે વધુ કાર્યવાહી કરવાની સ્પષ્ટતા કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચેમ્બરનું એક ડેલીગેશન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાતે ગયુ હતું.  આ મુલાકાત વેળા હેમલતા ભૂતા દિલ્હીમાં રહેતા પોતાના મહિલા સંબંધીને પણ સાથે લઇ ગયા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન હેમલતા ભૂતાએ પોતાના સંબંધીનો પરિચય ચેમ્બરના એક સભ્ય તરીકે આપતાં વિવાદ સર્જાયો હતો. ભૂતાએ ઉપવાસની ધમકી આપી હતી.

મને પરત લેવાની ખાતરી અપાઈ છે: હેમલતા ભૂતા, મહિલા પાંખના પ્રમુખ

  • ટર્મિનેટનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. 
  • મને ટર્મિનેટ નહીં કરવા અને મંગળવારે પરત લેવાની બાયધરી આપી છે.
  • જેથી રવિવારે ચેમ્બર પરિસરમાં ઉપવાસ ધરણા નહીં કરું.
  • જો મને મંગળવાર સુધીમાં પરત લેવામાં નહીં આવે તો બુધવારથી ઉપવાસ-ધરણાં કરીશ.

તપાસ સમિતિનો નિર્ણય આખરી રહેશે: જૈમિન વસા, ચેમ્બર પ્રમુખ 

  • મારી સાથે બેઠક નથી થઇ. તેમને ટર્મિનેટ કર્યા છે અને રહેવાના છે.
  • મારી જાણ મુજબ ટર્મિનેટ પરત લેવાની કોઇ બાંયધરી આપવામાં આવી નથી. 
  • ધરણા ન કરે તે માટે તપાસ કમિટી ઝડપથી નિર્ણય આપશે.  
  • તપાસ કમિટી જે નિર્ણય લે તે પ્રમાણે પ્રમુખ કે હાઇ પાવર કમિટી નિર્ણય લેશે.