તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Premvatsaladasji Swami Message To Youth In Satsang Sabha To Beware Of Corona Virus At Kumkum Temple

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુમકુમ મંદિર ખાતે કોરોના વાઈરસથી સાવધાન રહેવા માટે યુવાનોને સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામીએ સંદેશો આપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષાપત્રી માત્ર ૫ આજ્ઞા પ્રમાણે પણ જો માણસો વર્તીયા હોત તો કોરોના વાઈરસનો ઉદ્‌ભવ જ ન થાત - સાધુ પ્રેમત્સલદાસજી
 • શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તેને કોરોના વાઈરસ સ્પર્શી જ ના શકે. - સાધુ પ્રેમત્સલદાસજી
 • કોરોના વાઈરસથી ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

તા.૧૩-૦૩-ર૦ર૦ ને શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યુવાનોની રાત્રે ૯-૦૦ વાગ્યાથી યુવાનોની સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સમૂહ પ્રાર્થના,ધૂન, અને ધ્યેયગીત ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હરિવલ્લભદાસજી સ્વામી,શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે ૧ર૦ જેટલા દેશોમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. ૪૬૦૦ થી વધુ માણસો મૃત્યુને ભેટયા છે. ૧.ર૬ લાખથી વધુ માણસો કોરોનો વાઈરસના ભોગ બની રહયા છે અને તેનાથી ફફડી રહયા છે, અબજો રુપિયાનું તેના કારણે વિશ્વમાં આર્થિક નુકશાન થઈ રહયું છે.શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી ૧૯૪ વર્ષ પહેલા આપેલી સર્વજીવહિતાવહ શિક્ષાપત્રને જો માણસોએ વાંચી હોત,અને જીવનમાં ઉતારી હોત,તો આ કોરોનો વાયરસ ફેલાત જ નહી. આ કોરોનો વાયરસ ફેલાવાનો પ્રારંભ ચીનથી શરુ થયો છે અને ચીનની રેસ્ટોરામાં ત્યાંના નાગરીકો જીવતા ઉંદર ખાય છે તેના કારણે તેની ઉત્પત્તિ થઈ હતી તેવું માનવામાં આવે  છે અને તેનો ૪ મીનીટની વીડીયો પણ ખૂબ જ વાયરલ થયેલ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના શ્લોક ૧ર,૧૩ અને ૧પ માં કહયું છે કે, બકરાં,મૃગલા કે સસલાં આદિ કોઈપણ જીવપ્રાણીમાત્રની હિંસા ના કરવી, અને સદાચારમય જીવન જીવવું,માંસાહાર ન કરવો, શાકાહારી આહાર લેવો જોઈએ. જો વચન માન્યું હોત તો આ કોરોનો વાઈરસનો ઉદ્‌ભવ જ ન થાત.આ કોરોના વાઈરસથી બચવા માટે નિષ્ણાંતો કહી રહયા છે કે, દર્દીઓએ આંખ, નાક, કાન અને મોઢોંના ભાગે સ્પર્શ કરતાં પહેલા પોતાના હાથ ધોવા જોઈએ,અને ચોખ્ખાઈ રાખવી જોઈએ.આ જ વાત શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના શ્લોક ૩ર માં કહી છે કે, સ્વચ્છતા જાળવવી જોઈએ. જે તે જગ્યાએ મળમૂત્ર ના કરવું જોઈએ અને થૂકવું જોઈએ નહી, આહારની શુધ્ધિ રાખવી જોઈએ , આહાર લેતા પહેલા પોતાના હાથ સાફ કરવા જોઈએ.જો આ સંદેશાને આપણે જીવનમાં ઉતારીએ તો કોરોના વાઈરસથી આપણે બચી શકીએ છીએ. ભારત સરકાર દ્રારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે, એકબીજાનો સ્પર્શ ના કરશો, નમસ્કાર કરો.... આ બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો અનેક વર્ષોથી પ્રણાલિકા જ છે કે, મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ જયારે જયારે સત્સંગીઓ એકબીજાને મળે છે ત્યારે બે હાથ જોડીને દૂરથી જય સ્વામિનારાયણ કરીને નમસ્કાર કરે છે... આ નમસ્કાર કરવાની પ્રણાલિકાને પણ આપણે સહુ કોઈએ જીવનમાં ઉતારવાની જરુર છે. તો આપણે સહુ કોઈ કોરોના વાઈરસથી બચી શકીશું...અને કોરોના વાઈરસના તકેદારીના પગલાં લીધા કહેવાશે. અંતમાં બસ આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપાના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, કોરોના વાઈરસથી સારાય વિશ્વને બચાવે, અને વહેલી તકે કોરોના વાઈરસના ઉપદ્રવથી સૌને મુકત કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો