સાવચેતી / પતંગ ચગાવતી વખતે આટલી વાતો અચૂક યાદ રાખો, કોઈનો જીવ તો કોઈને ઈજાથી બચાવી શકાશે

precautions for celebrate uttarayan

  • ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ટાળીએ

Divyabhaskar.com

Jan 13, 2020, 08:38 PM IST

અમદાવાદઃ આવતીકાલે ઉત્તરાયણ છે. આખા વર્ષથી લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ક્યારે પતંગ ચગાવવા મળે? ત્યારે આ પતંગોત્સવ દરમિયાન મજાની સાથે સજા ન મળે તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ તહેવાર હોય ત્યારે ચાઇનીઝ તુક્કલ ઉડાડતા હોઈએ છીએ. તો આ ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરવાનું ટાળીએ. કારણ કે, ચાઈનીઝ તુક્કલમાં વપરાતા વેક્સને કારણે ઘણી વખત આગ લાગવાની ઘટના બને છે અને જાનમાલને નુકસાન પહોંચી શકે છે. આ સિવાય તેને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. એટલા માટે તુક્કલનો ઉપયોગ ટાળવો જોઈએ.

અબોલ પક્ષીઓની પણ કાળજી લેવી
ધાબા પર પતંગ ચગાવતી વખતે પણ કેટલીક તકેદારીઓ રાખવી જરૂરી છે. ક્યારેય પતંગ પકડવા એક ધાબેથી બીજા ધાબે કૂદવું ના જોઇએ, રસ્તા પર દોડધામ ન કરવી જોઇએ. કારણ કે આ તમામ પરિસ્થિતિઓમાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સૌથી મહત્વની વાત એ છે કે, અબોલ પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઉત્તરાયણના તહેવારના બે દિવસમાં કેટલાય પક્ષીઓ દર વર્ષે ઘાયલ થાય છે. માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને સવાર સાંજ પક્ષીઓના આવવાના અને જવાના સમયે પતંગ ન ઉડાવવો જોઇએ. જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમને નુકસાન ન પહોંચે.

X
precautions for celebrate uttarayan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી