ફાઈનલ મતદારયાદી તૈયાર ન થતાં સેનેટની ચૂંટણી પાછી ઠેલાવાની વકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • યુનિવર્સિટીએ વિવાદોના કારણે યાદી અંગે કોઈ નિર્ણય લીધો નથી
  • ફાઈનલ મતદારયાદી તૈયાર કરવાની અંતિમ તારીખ 14 ફેબ્રુઆરી છે
  • અગાઉ સેનેટની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે તેવી જાહેરાત કરાઈ હતી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટ, સ્ટુડન્ટ વેલ્ફેરની મતદારયાદીના ગોટાળા બાબતે અંતિમ નિર્ણય ન લેવાતા  પહેલી માર્ચે યોજાનારી ચૂંટણી પાછી ઠેલાય તેવી શકયતા છે. વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુટન્ડ વેલ્ફેરની ચૂંટણી માટેની મતદારયાદીમાં સુધારો કરવા માટેની અંતિમ તારીખ 14મી ફેબ્રુઆરીએ છે, પરંતુ  ફાઈનલ  મતદારયાદી તૈયાર ન કરાતા ચૂંટણી ઘોંચમા મુકાઈ છે. એબીવીપી-એનએસયુઆઈની મતદાર યાદી બાબતે ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી રજૂઆતથી  ભારે વિવાદ સર્જાયો છે. હાલમાં એબીવીપીએ યુનિવર્સિટીની કોલેજોમાંથી મોકલવામાં આવેલી મતદાર યાદીમાં ગોટાળાની સામે વિરોધ પ્રદર્શિત કરીને તેમાં સુધારાની માંગ કરી છે. એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના સ્ટેચ્યુટ મુજબ મતદાર યાદી રાખવા માટેની માંગણી કરી છે. જેના કારણે મતદાર યાદી અંગે અંતિમ નિર્ણય ન થાય તેવી સ્થિત સર્જાઈ છે.

એબીવીપીની રજૂઆતથી વિવાદ સર્જાયો
સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં સુધારા-વધારા સાથેની મતદાર યાદી જાહેર કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. પરંતુ હજુ સુધી સુધારેલી મતદાર યાદી અને નોમિનેશન ફોર્મ યુનિવર્સિટીએ વેબસાઈટ  ઉપર ના મૂકતા સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ ઉમેદવારીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ 14 રાખી શકાય નહીં. તેથી ચૂંટણીની તારીખના 15 દિવસ પહેલા જ ઉમેદવારોને વધારે દિવસો આપવા માટે એક વીકનો  સમય આપો તો ચૂંટણીની તારીખનો સમય બદલવો પડે. એબીવીપી-એનએસયુઆઈની મતદાર યાદી બાબતે ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી રજૂઆતથી ભારે વિવાદ સર્જાયો છે.

મતદાર યાદી માટેની 14 ફેબ્રુઆરી છેલ્લી તારીખ
હાલમાં એબીવીપીએ યુનિવર્સિટીની કોલેજોમાંથી મોકલવામાં આવેલી મતદાર યાદીમાં ગોટાળાની સામે વિરોધ પ્રદર્શિત કરીને તેમાં સુધારાની માંગ કરી છે. એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના સ્ટેચ્યુટ મુજબ મતદાર યાદી રાખવા માટેની માંગણી કરી છે. જેના કારણે મતદાર યાદી અંગે અંતિમ નિર્ણય ન થાય તેવી સ્થિત સર્જાઈ છે. સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં સુધારા-વધારા સાથેની મતદાર યાદી જાહેર કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. પરંતુ હજુ સુધી સુધારેલી મતદાર યાદી અને નોમિનેશન ફોર્મ યુનિવર્સિટીએ  વેબસાઈટ  ઉપર  ના મૂકતા સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ ઉમેદવારીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ 14 રાખી શકાય નહીં. તેથી ચૂંટણીની તારીખના 15 દિવસ પહેલા જ ઉમેદવારોને વધારે દિવસો આપવા માટે એક વીકનો  સમય આપો તો ચૂંટણીની તારીખનો સમય બદલવો પડે.

તારીખ બદલવા સિન્ડિકેટમાં નિર્ણય લેવો પડે
વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થીઓની માંગણી મુજબ લોકશાહી ઢબે  ચૂંટણી થાય  તે માટે યુનિવર્સિટી કામ કરી રહી છે. ચૂંટણીની તારીખો બદલવી પડે તેમ હોવાથી આ અંગે સિન્ડિકેટમાં નિર્ણય લેવો પડે. - જશવંત ઠક્કર, ચૂંટણી કમિટીના સભ્ય, ગુજરાત યુનિવર્સિટી