તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધૂળના બારીક રજકણ, વાહનોના ધુમાડા ઉપરની હવામાં સ્થિર થતાં પ્રદૂષણ વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં પ્રદૂષણ - Divya Bhaskar
અમદાવાદમાં પ્રદૂષણ
  • એર ક્વોલિટી ઈન્ડેક્સ 200નું સ્તર વટાવે એટલે હવા ‘ખરાબ’ કહેવાય, અમદાવાદની હવા આ માપદંડ નજીક પહોંચી

અમદાવાદ: શહેરમાં ધૂળના બારીક રજકણ, ધુમાડાના વધતા પ્રમાણ અને ઉપરની હવામાં સ્થિરતાને કારણે હવામાં પ્રદૂષણની માત્રાનો આંક ‘ખરાબ’ સ્તરે પહોંચી ગયો છે. ખાસ કરીને પીરાણા, ચાંદખેડા અને એરપોર્ટ વિસ્તારમાં હવામાં પ્રદૂષણની માત્રા સૌથી વધારે નોંધાઈ હતી. શહેરમાં ઠંડીનું જોર જેમ જેમ વધતું જશે  તેમ તેમ હવાના પ્રદૂષણની માત્રા પણ વધી શકે છે. મંગળવારે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 191 નોંધાયો હતો. જે મધ્યમ કહી શકાય. મંગળવારે અમદાવાદની હવામાં મુંબઈ અને પૂણે કરતાં પણ વધુ પ્રદૂષણ હતું. મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 116 અને પૂણેનો 90 હતો.

શહેરમાં હવાનું પ્રદૂષણ વધવાનાં આ છે કારણો 
1 અમદાવાદ શહેર ધૂળિયું શહેર છે. બીજી તરફ શહેરમાં હાલ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. આવા ખાડાવાળા રસ્તાઓને કારણે તેમાં ભરાઇ રહેતી ધૂળ સાફ થતી નથી. પરીણામે શહેરમાં ધૂળ ઉડી રહી છે. 
2 મેટ્રો માટે મોટાપ્રમાણમાં ખોદકામ સહિતની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત અનેક કન્સ્ટ્રકશન સાઇટો અને જૂના બાંધકામો તોડવાની કામગીરી પણ મોટા પ્રમાણમાં ચાલી રહી છે તેથી પણ શહેરમાં ધૂળનું પ્રમાણ વધી રહ્યું છે.
3 શહેરમાં બીઆરટીએસને કારણે તેમજ વધતાં જતાં વાહનોને કારણે શહેરના રસ્તાઓ સાંકડા બની રહ્યા છે. એક તરફ બીઆરટીએસમાં માંડ 250 બસો દોડે છે જ્યારે સાંકડા થઇ ગયેલા પાસેના રસ્તાઓ પરથી લાખો વાહનો દોડે છે. આ સ્થિતિમાં ટ્રાફિક જામમાં પણ ધુમાડાનું પ્રદૂષણ ફેલાય છે.
4 શહેરનો સંપુર્ણ કચરો પીરાણા ખાતે ઠલવાય છે તેમજ પીરાણામાં કેટલીક જગ્યાએ કચરો સતત સળગતો રહેતો હોવાને કારણે પણ ત્યાં ધુમાડો થાય છે. 

રાજ્ય સરકારે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રદૂષણ અંગે ખાસ એડવાઇઝરી બહાર પાડવી જોઇએ. જેથી આવા પ્રદૂષણના માહોલમાં લોકોએ શું પગલા લેવા જોઇએ તેની જાણ થઇ શકે અને નાગરિકો પોતાના સ્વાસ્થ્યને બચાવી શકે.-મહેશ પંડ્યા, પર્યાવરણ મિત્ર, એનજીઓ

પ્રદૂષણની માત્રા આ રીતે સમજો
PM 2.5|83 
PM 2.5 : વાતાવરણમાં ભળતાં 2.5 માઈક
્રોગ્રામ/ઘનમીટરથી સૂક્ષ્મ રજકણો.
સ્વીકૃત માત્રા : 30 માઈક્રોગ્રામ/ઘનમીટર (MGCM)
મંગળવાર : સ્વીકૃત માત્રાથી 53 એમજીસીએમ વધુ 
કારણ : વાતાવરણમાં ભળેલાં ધૂળના બારીક રજકણ હલકા હોવાથી સતત ઉડતા રહે છે. લીલોતરીનો અભાવ અને બાંધકામને લીધે આ સ્થિતિ છે.

કારણ : 175

અન્ય સમાચારો પણ છે...