રોંગસાઇડમાં વાહન ચલાવનારા સામે પોલીસની લાલ આંખ, 170 જેટલા લોકોને ઝડપ્યાં, 2.70 લાખ દંડ વસૂલ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ: શહેરમાં રોંગસાઈડમાં વાહન ચલાવનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા 27થી 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ટુ વ્હીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા અને ફોર વ્હીલર ચાલક પાસેથી 3 હજારનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. બે દિવસમાં પોલીસે અલગ અલગ જગ્યાએ 170 જેટલા કેસ કરી 2.70 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે. ટ્રાફિક પોલીસે જ્યાં વાહનચાલકો સૌથી વધુ રોંગસાઈડમાં જાય છે, તેવી 128 જગ્યાઓ શોધી ત્યાં એક અઠવાડિયાની ડ્રાઈવ યોજી છે. દરરોજ ટ્રાફિક પોલીસ આવા રોંગસાઈડમાં આવતા લોકોને દંડ ફટકારી રહી છે.