રોંગ સાઈડમાં આવતી યુવતીને પોલીસે 1500નો દંડ ફટકાર્યો, યુવતીએ કહ્યું, મારી પાસે 200 જ છે, 1500નો દંડ ક્યાંથી ભરું?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિવરજંની ચાર રસ્તા પાસેની પોલીસે યુવતીને રોકી
  • નજીક ઓફિસ છે એટલે અહીંથી જતી હતી: યુવતી
  • આજથી ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ

અમદાવાદ: રાજ્યભરમાં આજથી નવા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. એક બાજુ લોકોએ હેલ્મેટ અને તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી આકરા દંડથી બચવા માટેની તૈયારીઓ કરી લીધી છે ત્યારે સામે પોલીસે પણ પોતાની તૈયારી કરી લીધી હોવાનું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં શહેરમાં તમામ ચાર રસ્તાઓ પર પોલીસે નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે. ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે એક યુવતી રોંગ સાઈડથી જતી વખતે પોલીસે તેને રોકીને 1500નો દંડ ફટકાર્યો હતો. મસમોટો દંડ ફટકારતા તેણે કહ્યું કે મારી પાસે માત્ર 200 રૂપિયા છે. તો હું રૂપિયા 1500નો દંડ ક્યાંથી ભરું?

નજીક ઓફિસ છે એટલે રોંગ સાઇડમાં જતા પોલીસે રોકી
અમારી નજીક ઓફિસ છે. આખા ફરીને જવું પડે છે, માટે આટલાથી ખાલી જવું હતું એટલે રોંગ સાઇડમાંથી પસાર થતી હતી. એટલે પોલીસે મને રોકી લીધી હતી. મને ખ્યાલ છે કે આજથી નવો ટ્રાફિક નિયમ લાગુ થયા છે. પણ આટલા જવાં માટે આખું ફરીને જવું પડે છે એટલે અહીંથી ગાડી પાર્ક કરવી હતી. 1500 રૂપિયાનો દંડ ખુબજ મોંઘો પડે છે. અત્યારે મારી પાસે 200 રૂપિયા છે. તો હું 1500 રૂપિયા ક્યાંથી ભરું. ઘરે પણ ફોન કર્યો છે પણ બધા કામમાં છે, હવે કોણ આવે કોણ નહિં, બાકી હાલ અહીંયા જ ઉભી છું.