તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PM Modi's Visit To Gujarat March 21 22 Postponed, Health Minister Nitin Patel Announces

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાપ્રધાન મોદીની 21-22 માર્ચની ગુજરાત મુલાકાત મોકૂફ, આરોગ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા આવનારા વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હતા, હાલ ભીડ એકત્ર ન થાય તે માટે કાર્યક્રમ મોકૂફ જાહેર
 • વડાપ્રધાનના કાર્યક્રમની નવી તારીખો હવે પછી જાહેર કરાશે, કોરોનાનો ચેપ ફેલાતો રોકવા આરોગ્યની ટીમ સતર્ક

ગાંધીનગરઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે ત્યારે તકેદારીના પગલારૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 21 અને 22 માર્ચનો ગુજરાતનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. વડાપ્રધાન 21 અને 22 માર્ચે વડોદરાની મુલાકાત લેવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હતા. જો કે, જાહેર સ્થળોએ વધુ ભીડ એકત્ર ન થવા અંગે કેન્દ્ર સરકારના જાહેરનામાંને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ હાલ મોકૂફ કરાયાની આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતની નવી તારીખો હવે પછી જાહેર કરાશે.

કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા માટે સીએમે બેઠક યોજી
સમગ્ર દેશમાં કોરોના વાયરસ નો કહેર યથાવત રહ્યો છે. બીજીતરફ ગુજરાતમાં આ વાઇરસના સંક્રમણની દહેશતને પગલે સરકારે આગોતરા આયોજનો કર્યા છે. જો કે ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા અને રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આનાપગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક આરોગ્ય ઉચ્ચાધિકારીઓ અને મુખ્ય સચિવ સાથે બેઠક કરી છે.
  આ બેઠકમાં ગુજરાતની હાલની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી.

જાહેર કાર્યક્રમો, મેળાવડા અને સેમિનારો ન કરવા તાકીદઃ નીતિન પટેલ
આ અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના વાઈરસના પગલે ભારત સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ જાહેર કાર્યક્રમો, સેમિનાર, મિટિંગ અને મેળાવડા ન થાય તેનું ધ્યાન રાખવા ગુજરાત સરકારને તાકીદ કરાઈ છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય તંત્ર કામ કરશે તેવી સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું છે કે સર્વેલન્સ સહિત એરપોર્ટ ઉપર ચેકિંગ પણ ચાલુ છે. એટલું જ નહીં, રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સારવાર સુવિધા માટે સતર્ક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો