તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • PM Modi Will Not Attend The 17th CMS COP 13 Summit At Mahatma Mandir

મહાત્મા મંદિર ખાતે 17મીના CMS COP-13 શિખર સંમેલનમાં PM મોદી નહીં આવે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઇલ તસવીર.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર હાજરી આપશે

ગાંધીનગર: ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે 17થી 22 ફેબ્રુઆરી દરમિયાન CMS COP-13 શિખર સંમેલન યોજાશે. આ સંમેલનનું ઉદ્દઘાટન કરવા માટે 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તેવી વાત હતી, પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇને હવે મોદી 17મીએ ગુજરાત આવવાને બદલે કોન્ફરન્સનું ઉદ્દઘાટન વીડિયો કોન્ફરન્સથી કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વના 130 દેશના પ્રતિનિધિઓ હાજરી આપશે
સેમિનાર સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેનો છે. આ સેમિનારમાં ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ચર્ચા કરવા ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા વિચાર વિમર્શ થશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર ઉપરાંત વિશ્વના 130 દેશના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો