• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • PHD students would get 15 thousand stipend per month in gujarat, 15 વર્ષમાં માત્ર 1394 નવી સરકારી શાળાઓ ખુલી, PHDના વિદ્યાર્થીઓને મહિને રૂ.15 હજા

અમદાવાદ / 15 વર્ષમાં માત્ર 1394 નવી સરકારી શાળાઓ ખુલી, PHDના વિદ્યાર્થીઓને મહિને રૂ.15 હજારનું સ્ટાઈપેન્ડ મળશે

PHD students would get 15 thousand stipend per month in gujarat, 15 વર્ષમાં માત્ર 1394 નવી સરકારી શાળાઓ ખુલી, PHDના વિદ્યાર્થીઓને મહિને રૂ.15 હજા

  • વિધાનસભામાં શિક્ષણ વિભાગનું 30 હજાર 45 કરોડનું અંદાજપત્ર પસાર
  • PHDના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ સિવાય અન્ય ખર્ચ પેટે વાર્ષિક 20 હજારની સહાય
  • ઓન લાઈન એટેન્‍ડન્‍સ સિસ્‍ટમમાં 2 લાખ 50 હજાર શિક્ષકોની હાજરી પૂરવામાં આવે છે

Divyabhaskar.com

Jul 12, 2019, 07:02 PM IST

અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં આજે શિક્ષણ પર યોજાયેલી ચર્ચા દરમિયાન સંશોધન સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે સરકારી શાળામાંથી ખાનગી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અંગે પણ એક ખુલાસો કરવામાં આવ્યો હતો. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અસંખ્‍ય વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહયા છે. તેમજ પૂર્ણ સમય પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓને માસિક રૂા.15,૦૦૦નું સ્‍ટાઈપેન્‍ડ અને અન્‍ય ખર્ચ પેટે વાર્ષિક રૂા.20 હજારની સહાય ચૂકવાશે. આ સહાય વાર્ષિક એક હજાર વિદ્યાર્થીઓની મર્યાદામાં ચૂકવાશે.

15 વર્ષમાં 1394 નવી સરકારી શાળાઓ ખુલી
જ્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓની સંખ્‍યામાં ઘટાડો થઈ રહ્યો હોવા મામલે જવાબ આપતા શિક્ષણમંત્રીએ જણાવ્‍યું હતું કે, વર્ષ 2004-05માં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્‍યા 32,258 હતી, જે વધીને વર્ષ 2018-19 માં 33,652 થઈ છે. આમ, 1394 નવી સરકારી શાળાઓ ખોલવામાં આવી છે.

ધો.5 અને 8માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાશે
શિક્ષણ વિભાગની રૂ. 30045 કરોડની અંદાજપત્રીય માગણીઓ પરની ગૃહમાં થયેલી ચર્ચાનો ઉત્‍તર આપતા શિક્ષણ મંત્રીએ કેટલી નવી જાહેરાતો કરતા જણાવ્‍યું હતું કે, શિક્ષણની સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપ રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2019-20થી ધોરણ-5 અને ધોરણ-8માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે માસ સઘન શિક્ષણ આપી પુનઃ પરીક્ષા લેવામાં આવશે.રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકોની સલામતી માટે સરકારી પ્રાથમિક શાળાઓને સીસીટીવી કેમેરાની સગવડ પૂરી પાડી બાળકોને સલામતી પૂરું પાડવાનું આયોજન કરાયું છે.

વર્ગખંડ આધારિત વિડીયો કન્‍ટેન્‍ટ જેવી ટેકનોલોજીકલ સુવિધા માટે 100 કરોડ
શિક્ષણ ક્ષેત્રે કેટલીક નવી બાબતોની વિગતો આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું હતું કે, પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ધોરણ-1 થી 10 માટે એનિમેટેડ ઈ-કન્‍ટેન્‍ટ તેમજ વર્ગખંડ આધારિત વિડીયો કન્‍ટેન્‍ટ, શાળા વ્‍યવસ્‍થાપન અને શૈક્ષણિક પ્રક્રિયા માટે ઈ-રીસોર્સ પોર્ટલ, કન્‍ટેન્‍ટ નિર્માણ માટે શિક્ષક તાલીમ, શિક્ષકોને આઈ.સી.ટી. ક્ષેત્રે પાયાગત મુશ્‍કેલી નિવારણ તાલીમ, શાળા કક્ષાએ કમ્‍પ્‍યુટર લીટરસી સેન્‍ટર, શાળા કક્ષાએ બાયોમેટ્રિક એટેન્‍ડન્‍સ સિસ્‍ટમ, શાળા કક્ષાએ ઓનલાઈન એસસમેન્‍ટ સિસ્‍ટમ, જેવા ઈનિશિએટિવ હાથ ધરવા ગુજરાત ઈન્‍સ્‍ટીટ્યૂટ ઓફ એજયુકેશનલ ટેકનોલોજી(GIET)ના પુનઃગઠન માટે રૂ. 100 કરોડની નવી બાબત રજૂ કરવામાં આવી છે.

100 ટકા હાજરીના મોનિટરિંગ માટે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરીના રાજ્ય કક્ષાએથી મોનિટરિંગ માટે ઓનલાઈન એટન્‍ડન્‍સ સિસ્‍ટમ શરૂ કરી છે. ઓન લાઈન એટેન્‍ડન્‍સ સિસ્‍ટમમાં આશરે 2,50,000 શિક્ષકોની હાજરી પૂરવામાં આવે છે અને પ્રાથમિક તથા માઘ્‍યમિક શાળાઓના આશરે 70 લાખ વિદ્યાર્થીઓની હાજરીનું મોનિટરીંગ કરાય છે. 100 ટકા હાજરીના મોનિટરિંગ માટે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે અને તેની નોંધ નીતિ આયોગના રીપોર્ટમાં પણ લેવાઈ છે.

મા.શાળાઓના આચાર્યોની 2200 ખાલી જગ્‍યાઓ ભરવાનો કાર્યક્રમ ચાલુ
માઘ્‍યમિક શિક્ષણ ક્ષેત્રે લેવાયેલ પગલાઓની વિગતો આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું હતું કે, માઘ્‍યમિક શાળાઓના 2200 આચાર્યોની ખાલી જગ્‍યાઓ ભરવાનો કાર્યક્રમ હાલ ચાલુ છે, જેમાંથી 800 જેટલા આચાર્યોની પસંદની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. છેલ્‍લા બે વર્ષમાં 133 નવી સરકારી માઘ્‍યમિક શાળાઓ મંજૂર કરાઈ છે. છેલ્‍લા ૩ વર્ષમાં ગ્રાન્‍ટેડ માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓમાં 4063 શિક્ષણ સહાયકોની નવી નિમણૂંક કરાઈ છે.

2 વર્ષમાં 6 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કર્યું
ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્ર અંગેની વિગતો આપતા શિક્ષણમંત્રીએ જણાવ્‍યું હતું કે રાજ્યની 10 સ્‍ટેટ યુનિવર્સિટીઓમાંથી 8 યુનિવર્સિટીઓને NSSEમાં એ ગ્રેડ મળ્‍યો છે. 21 યુનિવર્સિટીઓ અને 50 સરકારી અને ગ્રાન્‍ટ ઈન એઈડ કોલેજોએ વર્ષ 2018-19માં સ્‍ટેટ ઈન્‍સ્‍ટીટ્યૂશન રેંકીંગ ફ્રેમવર્ક હેઠળ ભાગ લીધેલો તેના કારણે આ યુનિવર્સિટીઓના ગુણવત્તાયુકત શિક્ષણમાં સુધારો થશે. તેમજ ભવિષ્‍યમાં પણ નેશનલ રેંકીંગમાં પણ તેઓ સારો દેખાવ કરી શકશે. તેમજ વર્ષ 2017થી શરૂ કરાયેલ ટેબલેટ વિતરણ યોજના અંતર્ગત છેલ્‍લા 2 વર્ષમાં 6 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયું છે.

આંકલવા અને ગોંડલવિહિર સરકારી શાળાને ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો
ભારત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે ગ્રીન યોર સ્‍કૂલ અંતર્ગત ગ્રીન સ્‍કૂલ એવોર્ડ એનાયત કરાય છે, તે અંતર્ગત ગત વર્ષ ભરૂચ જિલ્‍લાની આંકલવા અને ડાંગ જિલ્‍લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાએ ગ્રીન સ્‍કૂલ તરીકેનો પ્રથમ એવોર્ડ અને દ્વિતીય ક્રમનો એવોર્ડ મેળવ્‍યો હતો.

વિધાનસભા ગૃહમાં 18થી વધુ ધારાસભ્‍યોએ ચર્ચામાં ભાગ લઈને રચનાત્‍મક સૂચનો કર્યા હતા અને વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગના અંદાજપત્રને સર્વાનુમતે પસાર કરાયું હતું.

X
PHD students would get 15 thousand stipend per month in gujarat, 15 વર્ષમાં માત્ર 1394 નવી સરકારી શાળાઓ ખુલી, PHDના વિદ્યાર્થીઓને મહિને રૂ.15 હજા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી