તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં મંત્રીઓ કરતા તેમના અંગત સ્ટાફ પાછળ 4 ગણો વધુ ખર્ચ થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી મંત્રી ગણપત વસાવા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડાબેથી મંત્રી ગણપત વસાવા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

ગાંધીનગરઃ હાલ ચાલી રહેલા વિધાનસભામાં ગુજરાત સકરકારે રજૂ થયેલા બજેટ 2020-21ના આંકડાઓ મુજબ, મંત્રીઓ કરતા તેમના અંગત સ્ટાફ પાછળના ખર્ચ વધારે છે. વર્ષ 2020-21માં મંત્રીઓના ખર્ચ પેટે 5.86 કરોડની સામે તેમના જ અંગત કર્મચારીઓ માટેનો ખર્ચ 23.38 કરોડ અંદાજવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2019-20માં મંત્રીઓ, નાયબ મંત્રીઓના ખર્ચ માટે 4.10 કરોડના બજેટની જોગવાઈ હતી. પરંતુ વર્ષના અંતે આ ખર્ચમાં 1.92 કરોડનું વધારાનો અંદાજ છે, જેથી વર્ષ 2019-20માં 1.92 કરોડનો વધારાનો ખર્ચ થશે. તે જોતા વર્ષ 2019-20માં સંભવિત ખર્ચ મંત્રીઓ માટે 6.02 કરોડ પહોંચશે.
 વર્ષ 2020-21ના અંદાજપત્ર પ્રમાણે મંત્રીઓ પાછળ કુલ ખર્ચ માટે 5.86 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  જેની સામે તેમના અંગત સ્ટાફ માટે રૂ.23.38 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

એક ધારાસભ્ય પાછળ 15.72 લાખનો વાર્ષિક ખર્ચ
જ્યારે ગુજરાત સરકાર એક ધારાસભ્ય પાછળ બજેટમાંથી મહિને રૂ.1.31 લાખ રૂપિયા ફાળવે છે અને વર્ષે અંદાજીત 15.72 લાખની રકમ ધારાસભ્યો માટે રાખવામાં આવે છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા વર્ષ 2020-21ના અંદાજપત્ર મુજબ ગુજરાતના 182 ધારાસભ્યો માટે વર્ષ 2018-19માં રૂ. 1826.50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની સામે વર્ષ 2019-20માં 182 ધારાસભ્યો માટે અંદાજીત 2,508 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, એની સામે વર્ષના અંતે 2,916 લાખનો ખર્ચ થવાનો અંદાજ આપવામાં આવ્યો છે. આમ, 2019-20માં ધારાસભ્યો માટે 408 લાખનો વધારાનો ખર્ચ થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2020-21માં ધારાસભ્યો માટે અંદાજિત 2,862 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમ, એક ધારાસભ્ય તેની કામગીરી પ્રમાણે સાદી ગણતરી મુજબ વર્ષે અંદાજે 15.72 લાખ અને મહિને રૂ.1.31 લાખ ખર્ચ કરશે.

અન્ય સમાચારો પણ છે...