તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના 37 વિસ્તારના 128 રોડ પર લોકો રોંગસાઈડ વાહન ચલાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે રોંગ સાઈડ જતા ટુ વ્હીલરને 1500, કારને 3 હજારનો દંડ

અમદાવાદ:શહેરના 37 વિસ્તારોના 128 રોડ પર સૌથી વધુ લોકો રોંગસાઈડમાં વાહન ચલાવતા હોવાની વિગતો ટ્રાફિક પોલીસના સર્વેમાં સ્પષ્ટ થઈ છે. 128 રોડની યાદી ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયાએ તમામ પોલીસ મથકોને આપી છે અને 30 સપ્ટેમ્બર સુધી આ સ્થળોએ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને દંડવાની કાર્યવાહીનો આદેશ કર્યો છે. તાજેતરમાં અમલી બનેલા મોટર વ્હિકલ એક્ટ મુજબ રોંગ સાઇડે નીકળતા ટુ અને થ્રી વ્હીલર પાસેથી રૂ.1500, ફોર વ્હીલરના રૂ.3000અને ભારે વાહનો પાસેથી રૂ.5000નો જંગી દંડ વસૂલવા તાકીદ કરી છે. અગાઉ દંડની રકમ 500 હતી.
37 વિસ્તારના આ તમામ રોડ પર પોલીસને 30 સપ્ટેમ્બર સુધી દંડ વસૂલવા આદેશ
વસ્ત્રાપુર:આઈઆઈએમ બ્રિજ, ડ્રાઈવ ઈન સિનેમા પાસે, ગુરુદ્વારાથી પટેલ એવન્યુ તરફ જવાના રસ્તે
ઘાટલોડિયા:ચાણક્યપુરી બ્રિજ- પ્રભાત ચોક પાસે, ચાંદલોડિયા બ્રિજ-ઉમિયાહોલની નજીક, એ.ઈ.સી બ્રિજથી ભૂયંગદેવ ચાર રસ્તા
સોલા:સોલા, ગોતા અને ચાંદલોડિયા બ્રિજ નીચે, ડમરૂ સર્કલ ચાણકયપુરી
નવરંગપુરા:બુટાસિંગ મહાદેવ ચાર રસ્તા, ડીલાઈટ ચાર રસ્તા, નહેરૂ બ્રિજ, ગીરીશ કોલ્ડ્રીક્શ, સ્વસ્તિક, પંચવટી સર્કલ, લો ગાર્ડન વિસ્તારમાં, શાસ્ત્રીનગર, અંકુર, એ.ઈ.સી ચાર રસ્તા, નવરંગપુરા સર્કલ ચાર રસ્તા
વાડજ:ઉસ્માનપુરા, વાડજ સર્કલ, અખબારનગર, નિર્ણયનગર ગરનાળા, ભીમજી પુરા સર્કલ
ગુજરાત યુનિ.:ભાષાભવન પાસે આવેલ ગેટથી ગુજ.યુનિ ત્રણ રસ્તા સુધી, આઈઆઈએમ રેસીડન્સી કટથી એલ.ડી આર્ટસ કોલેજ જવાના કટ સુધી
સરખેજ:સરખેજ ઢાળ, સાણંદ, ઉજાલા, બોપલ, શાંતિપુરા સર્કલ
સેટેલાઈટ:ઈસરોથી અશોકનગર, રામદેવનગર ચાર રસ્તા, ઈસ્કોન મંદિરથી એશ્વર્યા શો રૂમ તરફ
વાસણા:વાસણા બસ સ્ટેન્ડ પાસે, મલાવ તળાવ, પ્રતાપકુંજ સોસાયટીથી જી.બી.શાહ કોલેજ, સ્વામિનારાયણ મંદિર બસ સ્ટેન્ડ તરફથી સુસ્મિતા ફ્લેટ તરફ આવવાનો રોડ
શાહપુર:કામા સર્કલ, દિલ્હી ચકલા, રેટીયાવાડી, ખાનપુર દરવાજા, રીડ્ઝ કોર્નર
માધવપુરા:નમસ્તે સર્કલના ત્રણ રસ્તા, દુધેશ્વર ચાર રસ્તા, ઈદગાહ સર્કલ
રાણીપ:કલેક્ટર કચેરી પાસે, ચિમનભાઈ બ્રિજથી પ્રબોધરાવલ, આરટીઓ પાસે
રિવરફ્રન્ટ ઈસ્ટ:દધીચીબ્રિજ પાસે માધુપુરા તરફથી રિવરફ્રન્ટ તરફ આવતી જતી બન્ને જગ્યા ઉપર, કામા અને લેમન ટ્રી હોટલ પાસે
કાલુપુર:પાંચકુવાથી કડિયાકુઈ જતા રોડ, ઝકરીયા મંજિદ થી ખાડીયા ચાર રસ્તા
શહેર કોટડા:જીસીએસ હોસ્પિટલથી ચામુંડા બ્રિજ, અરવિંદમીલ, મેમ્કો ચાર રસ્તા
દરીયાપુર:કાલુપુરબ્રિજથી ચોખા બજાર સુધી
શાહીબાગ:ઘેવર સર્કલથી ડફનાળા ચાર રસ્તા, ચંન્દ્રલોક એસ.ટી પીકઅપ સ્ટેન્ડ પાસે
કૃષ્ણનગર:કૃષ્ણનગર ચાર રસ્તા તરફથી એસ.ટી.બસ ડેપો જવાના રસ્તા ઉપર
નરોડા:બેઠક ત્રણ રસ્તા તરફ જવાના રોડ ઉપર મોહન કાંટા પાસેથી રોંગ સાઈડ
એરપોર્ટ:ભોલેશ્વર સોસાયટી તરફથી હાંસોલ તલવાડી તરફ જતાં રસ્તા ઉપર
બાપુનગર:બાપુનગર ઓવર બ્રિજ, કાકડિયા હોસ્પિટલથી શ્યામ શિખર, ઠક્કરબાપાનગરબ્રિજ, સોનાની ચાલી બ્રિજ, વિશ્વનાથનગર થી અજીતમીલ ચાર રસ્તા તરફ આવતા લાલ બહાદુર શાસ્ત્રી રોડ
કાગડાપીઠ:ભૂતની આંબલી થી એસ.ટી.સર્કલ સુધી, કાગડાપીઠ થી સારંગપુર સર્કલ સુધી
દાણીલીંમડા:આલીશાન કોમ્પલેક્ષથી દાણીલીમડા ચાર રસ્તા, પટેલના મેદાનથી છીપા સોસાયટી સુધી, ઢોરબજાર ચાર રસ્તાથી સંતોષનગર સુધી
મણીનગર:સરદાર પટેલ હોસ્પિટલથી રામબાગ ચાર રસ્તા, મણિનગર શાક માર્કેટથી રેલ્વે સ્ટેશન બાજુ, રામબાગ ચાર રસ્તા, જવાહર ચોક રસ્તા ઓઝા બ્રધર્સની બાજુમાં ચાની કીટલી, જવાહર ચોક ચાર રસ્તા, હિરાભાઈ ટાવર પાસે
ઈસનપુર:ગોંવિદવાડી ચાર રસ્તાથી જયમાલા ક્રોસરોડ, જયમાલા ચાર રસ્તાથી મંગલેશ્વર મહેદાવ, ઘોડાસર ચાર રસ્તાથી કોમ્ફી હોટલ, ઈસનપુર ચાર રસ્તાથી નારોલ સર્કલ, નારોલ સર્કલથી બાલકૃષ્ણ ફેકટરી
નારોલ:નારોલ સર્કલ, વટવા સદાની ધાબી તથા નારોલ સર્કલ સુધી, રંગોલીનગરબ્રિજની નીચે હેવમોરની ગલી સુધી, લાંભા ટી જે જગ્યાએ કર્ણાવતી ફ્લેટથી લાંભા મંદીર સુધી.
રામોલ:એકસ્પ્રેસવે જીરો પોઈન્ટ પાસે,વસ્ત્રાલ ચાર રસ્તા એસ.પી.રીંગ રોડ,અદાણી સર્કલ એસ.પી.રીંગ રોડ
વટવા:ગામડી ચોસર ચાર રસ્તા પેટ્રોલ પંપ રોડ,

અન્ય સમાચારો પણ છે...