તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • People Also Celebrate Navratri, Diwali And December 31 On The Day Of Uttarayan Festival

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણના દિવસે ઉજવાય છે નવરાત્રી, દિવાળી અને 31 ડિસેમ્બર, ગરબા, ફટાકડા અને મ્યૂઝિકનો ભારે ક્રેઝ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના દરેક જિલ્લાઓ અલગ-અલગ પ્રકારથી ઉત્તરાયણની ઉજવણી થાય છે
  • ઉતરાયણમાં વિદેશીઓની ખાસ પસંદ અમદાવાદની પોળો

અમદાવાદ: ઉતરાયણને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગુજરાતભરના બજારોમાં પતંગરસીયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા રાજકોટમાં ખાસ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. જોકે ધીરે-ધીરે સમય જતા ઉજવણીમાં પણ ઘણા ફેરફાર થઇ રહ્યા છે. પહેલાના સમયે પતંગરસીયાઓ સવારે પતંગ અને રાત્રે તુક્કલ ચગાવીને મજા માણતા હતા છે. ત્યારે હવે કેટલાક વિસ્તારોમાં ઉતરાયણના 4/5 દિવસ અગાઉથી સેલિબ્રેશન શરૂ થઇ જાય છે. પ્રાચીન મકસંક્રાતિ આજે એડવાન્સ બની ગઇ છે. અમદાવાદમાં  ઉતરાયણમાં મ્યુઝિક સિસ્ટમ સહિતના સાધાનોનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. લોકો અઠવાડિયા અગાઉ જ મ્યુઝિક સિસ્ટમ બુક કરાવી દે છે. 14 અને 15 જાન્યુઆરીએ એક નહી પણ ત્રણ-ત્રણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સવારે ધાબે ચઢેલા પતંગબાજો રાત પડતા જ નવરાત્રીના ખેલૈયાઓ બનીને ગરબાના તાલે ઠુમકા લગાવતા નજરે ચઢે છે. તો બીજી તરફ જાણે 31 ડિસેમ્બરની ઉજવણી અધુરી રહી ગઇ હોય તેમ ઉતરાયણમાં પણ ઠેર-ઠેર ડીજે પાર્ટી થાય છે. ત્યારે રાજ્યના મુખ્ય 4 જિલ્લાઓમાં નીચે પ્રમાણે ઉતરાયણની ખાસ ઉજવણી કરવામાં આવે છે. 

રાજકોટનો ટ્રેન્ડ: ધાબા પર ડીજે અને ફાફડા-જલેબી સાથે પતંગની મોજ
રાજકોટમાં ઉતરાયણના દિવસે સદર બજાર વિસ્તારમાં માનવ મહેરામણ ખરીદી માટે ઉમટે છે. પતંગ બજારમાં ઉતરાયણના આગલા દિવસે લાખો રૂપિયાની પતંગ, દોરી, જીંજરા, ચીકીનું વેચાણ થાય છે. એક સમયે શહેરમાં ઉતરાયણના આગલા દિવસે પતંગરસિકો ભેગા થઇ પતંગને આખી રાત જાગી ધાબા પર કની બાંધતા અને પરિવાર એકઠો થઇ રાસ-ગરબા લેતો પરંતુ હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે. સમયની સાથે પરિવર્તન આવ્યું છે. જેમાં હવે તો કની બાંધેલી તૈયાર પતંગો મળે છે. રાસ-ગરબાનું સ્થાન ડીજેએ લઇ લીધું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં મકરસંક્રાતિની સાંજે દિવાળી જેવો માહોલ જોવા મળે છે. સાંજે અંધારૂ થાય એટલે લોકો ધાબા પરથી ફટાકડા પણ ફોડે છે. આજે પણ ઉતરાયણના દિવસે ત્રણ-ત્રણ પેઢી એકસાથે ધાબા પર પતંગની મજા માણી કાપ્યો છે તેની ચિચિયારી સાથે ઝીંઝરા, ચીકી, ઉંધિયાની લિજ્જત માણતા નજરે પડે જ છે.

વડોદરાનો ટ્રેન્ડ: ધાબા પર પતંગથી વધારે મોબાઇલની ડિમાન્ડ
એક સમયે દિવાળી બાદ આકાશમાં પતંગો ઉડવાની શરૂઆત થઇ જતી હતી. જેમાં ખાસ કરીને યુવાનો સ્કૂલ-કોલેજથી આવ્યા બાદ પતંગો ઉડાવવાની શરૂઆત કરી દેતા હતા. પરંતુ, સમય પસાર થતાં હતા અને મોબાઇલ ફોન યુવાનોના હાથમાં અને ઘરમાં ટી.વી.એ સ્થાન લઇ લેતા હવે માત્ર ઉતરાયણના બે દિવસજ આકાશમાં પતંગો ઉડતી જોવા મળે છે. તેમા પણ યંગસ્ટરો પતંગ ચગાવવાની મોજ માણવાની જગ્યાએ ધાબા પર સેલ્ફી,ગેમ અને ચેટિંગમાં સમય વિતાવતા નજરે ચઢે છે. પાછલા વર્ષોમાં ઉતરાયણના એક સપ્તાહ પૂર્વેથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જતું હતું. હવે માત્ર ઉતરાયણના બે દિવસજ આકાશ પતંગોથી છવાયેલું રહે છે.

દોરીથી માનવ જિંદગીઓ પણ જોખમમાં મુકાતી પતંગો ઉડાવવાનો ક્રેઝ ઘટ્યો
છેલ્લા કેટલાંક વર્ષોથી જીવદયા પ્રેમિઓ દ્વારા પતંગોની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અંગે સોશિયલ મિડીયામાં અભિયાન શરૂ કરતા અને પતંગોની દોરીથી માનવ જિંદગીઓ પણ જોખમમાં મુકાતી હોવાથી પતંગો ઉડાવવાનો ક્રેઝ ઓછો થઇ રહ્યો છે. હવે લોકો પતંગ-દોરીમાં વધુ બજેટ ન ફાળવતા ખાણી-પીણીમાં અને ડાન્સ-ડિનરમાં તથા આતશબાજી કરીને ઉતરાયણ પર્વ મનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. પતંગની દોરીથી ઉતરાયણના બે દિવસમાં મોટી સંખ્યામાં પક્ષીઓ મરતા હોય છે. અનેક પક્ષીઓ ઘાયલ પણ થતાં હોય છે. આ ઉપરાંત માનવ જિંદગીઓ પણ જોખમમાં મુકાતી હોવાથી હવે ઉતરાયણનો જે વર્ષો પૂર્વેનો માહોલ હતો. તે હવે ઓછો થઇ રહ્યો છે. તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

સુરતનો ટ્રેન્ડ: એકસાથે ભેગા થઇ ગેટ ટુ ગેધર પાર્ટી કરે છે
- થોડા સમય પહેલાં ઉતરાયણમાં સાદી ચીકી જ ખવાતી હતી પરંતુ હવે સમય જતાં ઉતરાયણમાં પણ ફ્લેવર્ડ ચીકીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે સુરતના બજારમાં મેંગો, પાઈનેપલ, મેંગો અને પાન મસાલા જેવી ચીકીનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે.
- અગાઉ સુરતીઓ ઉતરાયણના એક મહિના પહેલાથી તૈયારી કરતા હતા. પતંગની દોરીની ખરીદી અને પતંગની ખરીદી ચોક્કસ જગ્યાએથી જ કરતા હતા. જોકે, હવે સુરતીઓ ઉતરાયણના બે ત્રણ દિવસ પહેલાં જ ખરીદી કરવા નીકળે છે.
- થોડા વર્ષે પહેલાં કોઈ પણ એક જગ્યાએ ભેગા થઈને પતંગ ચગાવવાનો ટ્રેન્ડ હતો. જોકે, હવે અત્યારના યંગસ્ટર્સમાંથી પતંગ ચગાવવાને બદલે ગેટ ટુ ગેધરની પાર્ટીને વધુ મહત્વ આપે છે.તૈયાર દોરી અને જે મળે તે પતંગ ચગાવીને ઉતરાયણની ફોર્માલિટી પૂરી કરે છે. ઉતરાયણ સાથે જોડાયેલી રજાઓના કારણે યંગસ્ટર્સ બે ત્રણ દિવસ સુધી સતત ઉજવણી કરતા રહે છે.
- પહેલાં ઉતરાયણમાં યંગસ્ટર્સ ટેરેસ પર એકઠાં થઈને આખો દિવસ ટેરેસ પર જ રહેતા હતા અને ઉંધીયાની જયાફત માણતા હતા. જોકે  હવે આ ટ્રેન્ડમાં થોડો ફેરફાર થયો છે. જેમાં અન્ય વાનગીઓએ ઉંધીયાની જગ્યા લીધી છે. મૂળ સુરતીઓ હજુ પણ ઉંધીયાથી જ ઉતરાયણની ઉજવણી કરે છે.
- પહેલા ઉતારયણની ઉજવણી માટે સુરતીઓ ભરપુર સમય ફાળવતા હતા પરંતુ હવે લોકો પાસે સમયનો અભાવ અને યંગસ્ટર્સ કિન્ના બાંધવાથી દુર ભાગતા હોવાથી કિન્ના બાંધેલા પતંગના વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો