અમદાવાદ / અહેમદ પટેલની જગ્યાએ શક્તિસિંહની જુબાનીનો વિરોધ

Opposition to Shaktisinh's testimony instead of Ahmed Patel

  • રાજ્યસભા ચૂંટણી વિવાદનો કેસ
  • બીમાર હોવાથી અહેમદ પટેલ હાજર ન રહ્યા

Divyabhaskar.com

Jun 12, 2019, 11:50 PM IST

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી પિટિશનમાં બુધવારે તેમની જુબાની લેવાની હતી. અહેમદ પટેલના એડવોકેટે કોર્ટમાં અરજી કરીને તેમની તબિયત સારી ન હોવાથી જુબાની આપી શકે તેમ ન હોવાની રજૂઆત કરી હતી. તેમના સ્થાને શક્તિસિંહ ગોહિલ જુબાની આપવા આવ્યા હતા, પરતું બળવંતસિંહ રાજપૂતના વકીલે તેનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, સીપીસી અને આરપી એક્ટ મુજબ પહેલો પક્ષકાર હોય તેણે જ જુબાની આપવાની હોય છે. કોર્ટે અહેમદ પટેલની જુબાની 20 જૂને રાખી છે. તેના બે દિવસ અગાઉ એફિડેવિટ રજૂ કરવાની રહેશે.

રાજ્યસભા ચૂંટણીના આ કેસમાં બુધવારે પ્રથમ સાક્ષી તરીકે અહેમદ પટેલની જુબાની શરૂ થવાની હતી, પણ તેમના વકીલે જણાવ્યું હતું કે, અહેમદ પટેલને 9મી જૂને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમની તબિયત સારી ન હોવાથી તે ટ્રાવેલિંગ કરી શકે તેમ નથી. તેમની જગ્યાએ શક્તિસિંહ ગોહિલ જુબાની આપવા આવ્યા છે. તેમની એફિડેવિટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. જોકે બળવંતસિંહ રાજપૂતના વકીલે તેનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, કાયદા મુજબ પહેલી જુબાની પહેલા પક્ષકારની થવી જોઈએ, કેમ કે તેમણે જ જવાબો પુરવાર કરવાના છે.

X
Opposition to Shaktisinh's testimony instead of Ahmed Patel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી