અમદાવાદ / મેમકો બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વહીવટદારોની છત્રછાયા હેઠળ બુટલેગરો બેફામ

  • મેઘાણીનગરમાં મદ્રાસીની ચાલી અને મેમકોબ્રિજ નીચે સાંજ પડ્યે દારૂનું વેચાણ થાય છે
  • રાણીપમાં જનતા રેડ બાદ પોલીસે પોતે બાતમીના આધારે દારૂ પકડ્યો તેવું ફરિયાદમાં બતાવ્યું

Divyabhaskar.com

Dec 03, 2019, 08:04 PM IST

અમદાવાદ: રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તેની રાજ્ય સરકારને પણ ખ્યાલ છે તેવું બે દિવસ પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત આવ્યા ત્યારે નિવેદન આપ્યું હતું. જેને સાર્થક કરતા અમદાવાદમાં મેઘાણીનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઇરલ થયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ હોવા છતાં વહીવટદારોની છત્રછાયા હેઠળ બુટલેગરો દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે.
હથિયારો સાથે ધમકાવતા દેખાયા
મેમકો બ્રિજ નીચે ફાટક પાસે અને મદ્રાસીની ચાલીમાં દારૂ વેચાતો હોવાનું જણાય છે. ખુલ્લેઆમ ગલીઓમાં સાંજ પડ્યે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બે દિવસ પહેલા પણ સરસપુર વિસ્તારમાં શારદાબેન હોસ્પિટલ પાસે ધોળે દિવસે દેશી દારૂનું વેચાણ અને રાતે અસામાજિક તત્વો હથિયાર સાથે ખુલ્લેઆમ લોકોને ડરાવી ધમકાવી રહ્યા હોવાનો વીડિયો બહાર આવ્યો હતો. જેને લઈ હજી પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી નથી.

રાણીપના મગનપુરા વિસ્તારમાં જનતા રેડ
બુધવારે રાતે પણ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા મગનપુરા વિસ્તારમાં જનતા રેડ કરી અને દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેને લઈ રાણીપ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. રાણીપ પોલીસે પોતાની નિષ્કાળજી છુપાવવા માટે સુરેશ ઠાકોર, સંજય ઠાકોર, લક્ષ્મી ઠાકોર અને ભારતી મકવાણા સામે દેશી દારૂ રાખવા બદલ ગુનો નોંધ્યો છે. તેમાં પણ રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને બાતમી મળી અને દારૂ મળ્યો છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરી પોતાનો બચાવ કર્યો છે. રાણીપ પીઆઈ રજા પર હતા અને તે જ સમયે આ રેડ કરી અને દારૂ પકડવામાં આવ્યો હતો.

શહેરમાં દારૂનું વેચાણ
શહેરમાં દારૂ અને જુગાર બંધ કરાવવા પોલીસના ઉચ્ચ અધિકારીઓના આદેશ હોવા છતાં વહીવટદારોના છત્રછાયા હેઠળ બુટલેગરો આ દારૂના અડ્ડાઓ અને વેચાણ કરી રહ્યા છે. વહીવટદારો અધિકારીઓને અંધારામાં રાખી અને બુટલેગરોને દારૂના વેચાણ કરવા પ્રોત્સાહન આપે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી