અમદાવાદ / RTOનો ધક્કો ખાધા વિના ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ અને ડુપ્લિકેટ RC મેળવવા આ પ્રોસેસ કરો

online process to get a duplicate driving license and duplicate RC book

  • આ સેવાઓ માટે અરજદારે કોઈ વધારાની ફી ચૂકવવી પડશે નહીં

Divyabhaskar.com

Nov 15, 2019, 08:19 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી હોવાને પગલે રાજ્ય સરકારે નાગરિકોની અગવડતા દૂર કરવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા ફેસલેસ(ઓનલાઈન) સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં લર્નિંગ લાઈસન્સથી લઈ ડુપ્લિકેટ આરસી બૂક અને એચપીએ રદ કરવા સુધીની 7 સેવાઓ ઘરે બેઠા મેળવી શકાશે. પરંતુ આ ઓનલાઈન સેવાનો કેવી રીતે લાભ લેવો તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે, ત્યારે DivyaBhaskar ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહન સંબંધિત સેવાઓનો લાભ લેવા શું કરવું તે અંગે આ ખાસ અહેવાલમાં જણાવી રહ્યું છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધિત સેવાઓ
1- ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂઅલ
2-ડ્રાઈવિંગ લાઈસન્સની માહિતી
3-ડ્રાઈવિંગ લાઈસન્સનું રિપ્લેસમેન્ટ
4-ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ

વાહન સંબંધિત સેવાઓ
1-વાહનનું હાયપોથિકેશન રદ કરવું
2- વાહનની ડુપ્લિકેટ આરસી મેળવવી
3-વાહન સંબંધિત માહિતી મેળવવી

ઓનલાઈન સેવાઓ કુલ બે તબક્કામાં ઉપલબ્ધ કરાવાશે
આ ઓનલાઈન સેવાઓ કુલ બે તબક્કામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.વાહન 4.0 સંબંધિત સેવાઓમાં વર્ષ 2009 બાદ ઉપલબ્ધ માહિતી અને ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધિત સેવાઓમાં 2010 પછીના સારથી 4.0માં ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધિત માહિતી પ્રથમ તબક્કે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

2010 પહેલાના ડેટાને અદ્યતન કરવાની કાર્યવાહી ચાલુ
જ્યારે વાહનોના વર્ષ 2009 પહેલાના ડેટાને વાહન 4.0 અને ડ્રાઈવિંગ લાઈસન્સ સારથી 4.0માં 2010 પહેલાના ડેટાને અદ્યતન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અરજદારને બીજા તબક્કામાં ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલા જો કોઈ અરજદાર આરટીઓ કચેરી ખાતે આવી બેકલોગ ડેટા એન્ટ્રી કરાવવા ઈચ્છતા હોય તો આરટીઓએ હાલની પદ્ધતિ પ્રમાણે કામગીરી કરવાની રહેશે.

ઓનલાઈન સેવાઓ માટે parivahan.gov.in પર અરજી કરી OTP જનરેટ કરવો પડશે
આ સેવાઓ માટે અરજદારે સૌ પહેલા વાહન અને લાઈસન્સ સંબંધિત સેવાઓ માટે parivahan.gov.in પર અરજી કરી OTP જનરેટ કરવો પડશે.

સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને PRO વેરિફિકેશન કરશે
વેરિફિકેશનની કામગીરી સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક કે જનસંપર્ક અધિકારી દ્વારા કરવાનું રહેશે. જ્યારે મંજૂરીની કામગીરી મોટર વાહન નિરિક્ષક અને તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારી કરી શકશે.

વધારાની કોઈ ફી નહીં ચૂકવવી પડે
આ સેવાઓ માટે અરજદારે કોઈ વધારાની ફી ચૂકવવી પડશે નહીં. હાલની જોગવાઈ મુજબ ફી વસૂલવામાં આવશે.

અરજદારે રજૂ કરેલા પુરાવાઓને સાચા માની મંજૂરી કે નામંજૂરી આપશે
આ સેવાઓમાં અરજદાર મૂળ પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેતો ન હોવાથી અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને સાચા માની મંજૂરી-નામંજૂરીની કાર્યવાહી કરવાની રહેશે. જો કે ખોટો દસ્તાવેજો-પુરાવા રજૂ કરવા માટે અરજદાર જવાબદાર રહેશે.

X
online process to get a duplicate driving license and duplicate RC book

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી