તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • One Side Love Man Killed Young Girl In Just Three Minute At Ambawadi Office In Ahmedabad

આંબાવાડીમાં એકતરફી પ્રેમમાં યુવક ત્રણ મિનિટમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર, બાયડમાં અમલીયારાથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે સાડા 3 વાગ્યે એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી ઓફિસમાં એકલી હતી ત્યારે ચપ્પાના ઘા ઝીંક્યા

અમદાવાદ: આંબાવાડીમાં આવેલી ફાઈનાન્સ તેમજ એડવોકેટ તેવા બે ભાઇની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી યુવતીની બપોરેના સમયે 3 મિનિટમાં ઓફિસમાં ગળું કાપીને હત્યા થઈ હતી. હત્યા કરીને 3 મિનિટમાં જ તે ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને અરવલ્લીના બાયડ તાલુકાના અમલીયારા ગામથી ઝડપી પાડ્યો હતો.
 એકતરફી પ્રેમમાં પાગલ યુવાને હત્યા કરી
ઓફિસના સીસીટીવીમાં કેદ થયેલી હત્યારા યુવાનની તસ્વીરોના આધારે યુવતીના પરિવારના સભ્યોએ હત્યારા યુવાનને ઓળખી બતાવ્યો છે. મરનાર યુવતી અને હત્યારો યુવાન એક બીજાને સારી રીતે ઓળખતા હતા અને હત્યારો યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હોવાથી તેને હેરાન પરેશાન કરતો હતો.
સીસીટીવીના આધારે મૃતક યુવતીના પરિવારે આરોપી યુવાનને ઓળખી બતાવ્યો
મૂળ નડિયાદના પ્રગતિનગર જેલ એરીયામાં રહેતી ઈશાની સંદિપભાઇ પરમાર(ઉ.વ.સાડા સત્તર) એક ખાનગી કંપનીમાં એરહોસ્ટેસનો કોર્સ કરતી હતી.  છેલ્લા 6 મહિનાથી આંબાવાડી છડાવાડ પોલીસ ચોકીની ગલીમાં અમૂલ્ય કોમ્પ્લેક્ષમાં આવેલી મહેમુદ સંઘાણીયા અને તેમના ભાઇની ઓફિસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતી હતી. બુધવારે બપોરે ઈશાની તેમજ તેની સાથે ડેટા એન્ટ્રીનું કામ કરતો યુવાન ઓફિસમાં હાજર હતા . ત્યારે 3.30 વાગ્યે તે યુવાન ચા પીવા અને મસાલો ખાવ નીચે ગયો હતો અને 3 મિનિટમાં પાછો આવ્યો અને જોયું તો ઈશાની લોહી લુહાણ હાલતમાં ઓફિસમાં પડી હતી.
સાથી કર્મીએ ઓફિસમાં આવી બૂમાબૂમ કરી
ઓફિસમાં તેમણે બુમાબુમ કરતા આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. આ અંગે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમે તપાસ કરતા ઈશાની મૃત્યુ પામી હતી. જ્યારે આ અંગે એલિસબ્રિજ પીઆઈ અપૂર્વ પટેલ એ જણાવ્યું હતું કે, ઈશાનીને ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
પોલીસે પરિવારને જાણ કરી,ઓફિસમાં સીસીટીવી ન હતા
આ અંગે પોલીસે ઈશાનીના પરિવારના સભ્યોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. ઈશાની નોકરી કરતી હતી તે ઓફિસમાં સીસીટીવી નહીં હોવાથી પોલીસે બહારના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં એક યુવાન ઈશાનીની ઓફિસમાં આવતો અને બહાર જતો દેખાયો હતો.  ઈશાનીના પરિવારના સભ્યોએ તે યુવાનને જોઇને ઓળખી કાઢયો હતો. તે યુવાન નડિયાદમાં જ રહેતો નરેશ સોઢા હોવાનું જાણવા મળ્યું હતું. બુધાવારે બપારે નરેશ સોઢા ઈશાનીની ઓફિસની બહાર વોચમાં બેઠો હતો.
યુવક મિત્રતાને પ્રેમ સમજતો હતો
આરોપી નરેશ અને ઈશાની નાનપણથી જોડે ભણીને મોટા થયા હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી પરંતુ નરેશ તે મિત્રતાને પ્રેમ સમજતો હતો. જેથી  તે ઘણા સમયથી ઈશાનીને પ્રેમ સબંધ બાંધવા પાછળ ફરીને હેરાન પરેશાન કરતો હતો. ઈશાનીએ તેના પિતાને આ અંગે જાણ કરતા તેમણે થોડા દિવસ અગાઉ નરેશને ઠપકો આપ્યો હતો. તેમજ 15 દિવસ અગાઉ ઈશાનીના પિતાએ નરેશને ઠપકો આપ્યો હતો