તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર સેલના એક PI અને 5 PSIએ ચાર મહિનામાં આશ્વસ્ત પ્રોજેક્ટ તૈયાર કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • હવે 100 નંબર પર ફોન કરીને પણ સાઇબર ક્રાઈમની મદદ મેળવી શકાશે
 • ભોગબનનારને એક નંબર અપાશે જેના આધારે તેઓ ફરિયાદ નોંધાવી શકશે

અમદાવાદ: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાઇબર ક્રાઈમને અટકાવતા આશ્વસ્ત પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કર્યું હતું. સાઇબર ક્રાઈમ બનતા અટકાવવા માટે શરૂ કરવામાં આવેલો દેશનો સૌ પ્રથમ આ પ્રોજેક્ટ અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને સ્પેશિયલ કમિશ્નર અજય તોમર તેમજ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઈમ બ્રાન્ચના PI દિગ્વિજયસિંહ .જે. જાડેજાની ટીમ PSI ઉત્તમસિંહ .જી.ઝાલા, PSI હિતેશ પરમાર, PSI સુરેશ માળી, PSI કેતુલ મોદી અને PSI હર્ષિલ પ્રજાપતિએ આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ત્રણથી ચાર મહિનાસુધી તેઓએ પ્રોજેક્ટ બનાવવા પાછળ મહેનત કરી હતી.

ઇન્સિડેન્ટ રિસ્પોન્સ યુનિટ તાત્કાલિક પૈસા પાછા અપાવશે
સાઇબર ક્રાઇમને અટકાવવા માટે બનાવવામાં આવેલા આ પ્રોજેક્ટમાં કુલ 5 સુવિધાઓ આપવામાં આવી છે. હવે જો સાઇબર ક્રાઈમનો કોઇપણ વ્યક્તિ ભોગ બને તો તેણે ઇમરજન્સી 100 નંબર પર ફોન કરી શકે છે. સાઇબર ક્રાઈમ માટે બનાવવામાં આવેલું ઇન્સિડેન્ટ રિસ્પોન્સ યુનિટ ભોગબનનાર ને ફોન કરી તેમની બેન્ક, ઇ-વોલેટ, તેમજ ઇ-કોમર્સ કંપની સાથે સંકલનમાં રહી અને તાત્કાલિક તેમના પૈસા બચાવવાની કાર્યવાહી કરશે. ઉપરાંત ભોગબનનારને એક નંબર અપાશે. જેના આધારે તે પોતાના વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં જઇ અને લેખિત ફરિયાદ નોંધાવી શકશે. અને જે ખુબજ સરળ રહેશે. આ રીતે સાઇબર ક્રાઇમને હવે ગુજરાત પોલીસ અટકાવશે. 

​​​​​​​સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક કિ-ઓસ્ક મુકવામાં આવશે
ઉપરાંત સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને ફરિયાદ નોંધાવા તેમજ માહિતી માટે સરળતા રહે તે માટે રાજ્યના તમામ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક કિ-ઓસ્ક મુકવામાં આવશે. જેના દ્વારા ભોગ બનનાર તમામ માહિતી મેળવી શકશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો