ગુજરાત / 19 એરપોર્ટ પર 12 મહિનામાં એક લાખ વિમાનોની અવરજવર, 5879 ફ્લાઈટ ઘટી, એર પેસેન્જર્સ 27 લાખ વધ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • દીવ, કંડલા જેવા નાના શહેરોમાં એક વર્ષમાં 4 લાખથી વધુ એર પેસેન્જર્સ 
  • ભારતમાં એક વર્ષમાં 11 ટકા એર પેસેન્જર્સ વધ્યાં પણ ગુજરાતમાં બમણાથી વધુ 24 ટકાનો વધારો
  • રાજ્યના એરપોર્ટ્સ પર માલ સામાનની હેરફેર 12 ટકા વધી
  • ઉડાન યોજનામાં 17 ફ્લાઇટ વધતા ટ્રેનનો વપરાશ ઘટ્યો,  વિમાન પ્રવાસીઓમાં વધારો 
  • કેશોદ, ભૂજ જેવા નાના શહેરોમાં 5-60 હજાર એર પેસન્જર વધ્યાં
  • રેલવે કરતાં સમય ઓછો અને ભાડું થોડું જ વધુ હોવાથી ફ્લાઈટ તરફ ઝૂકાવ વધ્યો

Divyabhaskar.com

Aug 23, 2019, 04:10 PM IST

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં કુલ 19 નાના-મોટા એરપોર્ટ અને એરસ્ટ્રીપ છે. દેશમાં એક વર્ષમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં 11 ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે ગુજરાતમાં આ વધારો 24 ટકાનો છે. રાજ્યમાં ટ્રેન કે બસની સરખામણીમાં ફ્લાઇટ પેસેન્જરોની સંખ્યા વધતી જાય છે. વર્ષ 2017-18માં રાજ્યમાં 115.30 લાખ લોકોએ હવાઈ પ્રવાસ કર્યો હતો. આ સંખ્યા 2018-19માં વધીને 142.58 લાખ થઈ છે. એટલે કે એક વર્ષમાં 27 લાખ પેસેન્જર્સ વધ્યાં જે 23.66 ટકાનો વધારો દર્શાવે છે.ગુજરાતની એરપોર્ટ્સની ફ્લાઇટ્સમાં 2017-18ની સરખામણીએ 2018-19માં 21.9 ટકાનો વધારો થયો થે. જ્યારે વિમાન દ્વારા માલસામાનની હેરફેર 2017-18માં 94.50 હજાર ટન હતી જે 2018-19માં વધીને 105.93 હજાર ટન થઈ છે. જે 12 ટકાનો વધારો દર્શાવે છે.
સુરત, ભૂજ, જામનગર, ભાવનગર જેવા એરપોર્ટ પર પેસેન્જર્સની સંખ્યા વધી
સરકાર દ્વારા ઉડાન યોજના હેઠળ નાના શહેરોને હવાઈ માર્ગે જોડવાની યોજના શરૂ કર્યા બાદ સૌરાષ્ટ્રના નાના એરપોર્ટને જોડતી અનેક ફ્લાઈટો શરૂ થતા પેસેન્જરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં 2013-14 સુધી અમદાવાદ, વડોદરા અને રાજકોટ મુખ્ય એરપોર્ટ પર પેસેન્જરોની સૌથી વધારે મુવમેન્ટ હતી. બાદમાં સુરત, ભૂજ, જામનગર, પોરબંદર, કંડલા, ભાવનગર જેવા એરપોર્ટ પર પણ સુવિધામાં વધારો કરતા પેસેન્જરોની સંખ્યા વધી હતી. ગુજરાતના એરપોર્ટ વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે,અમદાવાદથી લગભગ 110 કિલોમીટર દૂર ધોલેરા ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નવું બની રહ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના લોકોની સુવિધા માટે રાજકોટ ખાતે પણ રાજ્ય સરકારના સહયોગથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા નવું એરપોર્ટ તૈયાર કરવામાં આવશે.
ઘણા સવારે દિલ્હી-મુંબઈ જઈને સાંજે પાછા આવે છે
ટ્રેન-બસની સરખામણીમાં ફ્લાઇટમાં સમય ઘણો બચે છે. ઘણા લોકો હવે અમદાવાદથી સવારે ફ્લાઇટમાં મુંબઈ કે દિલ્હી જઈને સાંજે પાછા ફરે છે. હવે એરલાઇન્સ દ્વારા વિવિધ ઓફર્સ પણ આપવામાં આવે છે. જેના કારણે ટ્રેન કે બસ ભાડા કરતા વિમાન ભાડુ થોડું જ વધારે હોય છે. વિવિધ મોબાઇલ એપ્સ પર કેશબેકની સુવિધા અપાય છે. અમદાવાદ-મુંબઈનું પ્લેન ભાડુ સરેરાશ બેથી ત્રણ હજાર થાય છે. જ્યારે ટ્રેનમાં થર્ડ એસી કે સેકન્ડ એસીમાં 1થી 2 હજાર થાય છે.
રાજ્યમાં ગત વર્ષે એક લાખથી વધુ ફ્લાઇટ ટેકઑફ
2018-19ના આંકડા પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ખાતે 14528 અને સુરત એરપોર્ટ ખાતે 28 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવરજવર રહી હતી. જ્યારે ડોમેસ્ટીક ફ્લાઇટ્સના આંકડા જોઇએ તો અમદાવાદમાં 63,884, સુરતમાં 14,520, વડોદરામાં 8,716, ભૂજમાં 1700, ભાવનગરમાં 2,414, જામનગરમાં 766, રાજકોટમાં 3,378, ફ્લાઇટ્સની અવરજવર રહી હતી.
10 એરપોર્ટ પર 3 વર્ષમાં પ્રવાસીની સંખ્યા

એરપોર્ટ 2018-19 2017-18 2016-17
અમદાવાદ 11172468 9174425 7405282
વડોદરા 1155716 1005506 1103981
સુરત 1238724 681465 194688
રાજકોટ 334068 365427 405518
ભૂજ 178394 170779 186511
જામનગર 77378 71937 82166
પોરબંદર 57692 42197 3384
ભાવનગર 46683 35675 22456
દીવ 23814 20544 18369
કંડલા 46338 37407 - - -

રાજ્યમાં 10 વર્ષમા ત્રણ ગણા એર પેસેન્જર વધ્યા

વર્ષ ફ્લાઇટ્સ પેસેન્જર્સ
2018-19 57250 111
2017-18 63,129 91
2016-17 51,107 74
2015-16 47,195 64
2014-15 38,797 50
2009-10 33,753 35

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી